ગર્વીષ્ટ સ્પીચ: UNSC માં એસ.જયશંકર જે બોલ્યા તે સાંભળી ચીન-પાકિસ્તાનના રૂંવાડા બળી જશે
EAM S Jaishankar In UNSC: વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગુરૂવારે UNSC માં બ્રીફિંગ દરમિયાન 9-11 અને 26-11 નો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે…
ADVERTISEMENT
EAM S Jaishankar In UNSC: વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગુરૂવારે UNSC માં બ્રીફિંગ દરમિયાન 9-11 અને 26-11 નો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું કે, અમે વધારે એક ન્યૂયોર્ક કે મુંબઇ કાંડ થવા દઇ શકીએ તેમ નથી. કોઇ પણ દેશ આતંકવાદ સાથે રાજનીતિક લાભ લેવાનો પ્રયાસ ન કરવો જોઇએ. જ્યારે આતંકવાદની વાત આવે તો આપણે પોતાના રાજનીતિક મતભેદોને દુર કરવા જોઇએ. સહિષ્ણુતાનો દ્રષ્ટિકોણ પણ પ્રકટ કરવો જોઇએ.
UNSC ની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત
ભારત ડિસેમ્બર, 2022 ના મહિના માટે UNSC ની અધ્યક્ષતા કરી રહ્યું છે. વિદેશમંત્રીએ ગુરૂવારે આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો, વૈશ્વિક આતંકવાદ વિરોધી દ્રષ્ટીકોણ સિદ્ધાંત અને રસ્તા પર UNSC બ્રીફિંગની પણ અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે, કોઇ પણ દેશને આતંકવાદ સાથે રાજનીતિક લાભ લેવાનો પ્રયાસ ન કરવો જોઇએ. જ્યારે આતંકવાદને પહોંચી વળવાની વાત આવે છે તો પોતાના રાજનીતિક મદભેદોને દુર કરવા જોઇએ અને શૂન્ય સહિષ્ણુતાના દ્રષ્ટીકોણને પ્રકટ કરવી જોઇએ.
#WATCH | Anjali Vijay Kulthe, nursing officer at Cama & Albless Hospital, victim & survivor of the 26/11 Mumbai terror attacks, recalls the day of the attacks and narrates her ordeal before UN Security Council pic.twitter.com/jNmNA6Q6kc
— ANI (@ANI) December 15, 2022
ADVERTISEMENT
ચીનના પરોક્ષ સંદર્ભે જયશંકરે આકરી ઝાટકણી કાઢી
ચીનના પરોક્ષ સંદર્ભમાં જયશંકરે કહ્યું કે, આતંકવાદ અંગેના પુરાવા સમર્થિક પ્રસ્તાવો પર પુરતા કારણ ગણાવ્યા વગર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. ચીન અને પાકિસ્તાન પર નામ લીધા વગર નિશાન સાધતા એસ.જયશંકરે કહ્યું કે, એક પડકાર છે કે અમે બેવડા માપદંડો સામે કેવી રીતે પહોંચી વળાય. ઘણા લાંબા સમય માટે કેટલાક લોકો આ દ્રષ્ટીકોણને અપનાવી રહ્યા છે કે આતંકવાદ એક અન્ય સાધન અથવા યુક્તિ છે. જે રાજ્યો સ્પષ્ટ રીતે દરેક વસ્તુ માટે સક્ષમ છે, પરંતુ જ્યારે આતંકવાદની વાત આવે છે તો માત્ર અસહાય હોય છે, હાસ્યાસ્પદ છે. એટલા માટે જવાબદાર આતંકવાદનો મુકાબલો કરવા માટેનો આધાર હોય છે.
ADVERTISEMENT