લંડનમાં ભારતીય હાઈ કમીશન બહાર કટ્ટરપંથીઓનો ભારે હંગામો, તિરંગો પણ નીચે ઉતારી લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

લંડન: બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે હંગામો મચાવનારા કટ્ટરપંથી ખાલિસ્તાનીઓએ ભારતનો ધ્વજ નીચે ઉતારી લીધો હતો. આ ઘટના બાદ ભારત સરકારે દિલ્હી સ્થિત બ્રિટનના રાજદ્વારીઓને બોલાવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી વિરોધ નોંધાવતા પૂછવામાં આવ્યું છે કે, ભારતીય હાઈ કમિશનની બહાર પૂરતી સુરક્ષા કેમ આપવામાં આવી નથી? સુરક્ષાના અભાવને કારણે જ ઉગ્રવાદીઓ કેમ્પસમાં પ્રવેશી શક્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, યુકેમાં ભારતીય રાજદ્વારી પરિસર અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે બ્રિટિશ સરકારની ઉદાસીનતા સ્વીકારી શકાય નહીં.

ભારતમાં બ્રિટનના રાજદ્વારીને સમન અપાયું
સમન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં બ્રિટનના સૌથી સીનિયર રાજદ્વારીને સમન કરવામાં આવે છે. અમે લંડનના હાઈ કમિશનમાં અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વોની કાર્યવાહીની નિંદા કરીએ છીએ. બ્રિટિશ સરકારે ખુલાસો કરવો જોઈએ કે જ્યારે હાઈ કમિશનમાં આવું કામ થઈ રહ્યું હતું તો સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી શા માટે? આ સીધી રીતે વિયેના કન્વેન્શનના નિયમોનું પણ ઉલ્લંઘન છે.

ADVERTISEMENT

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત સરકારને આશા છે કે બ્રિટિશ સરકાર તાત્કાલિક પગલાં લેશે અને આરોપીઓની ધરપકડ કરશે. અમે આશા રાખીએ છીએ કે તેમને સજા કરવામાં આવશે અને હવેથી બ્રિટન આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

ADVERTISEMENT

બ્રિટિશ હાઈ કમિશનરે ઘટનાને વખોડી
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનરે લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે ખાલિસ્તાનીઓ દ્વારા કરાયેલા વિરોધને વખોડ્યો છે.

ADVERTISEMENT

શા માટે કટ્ટરપંથીઓ કરી રહ્યા છે વિરોધ?
હકીકતમાં પંજાબની પોલીસે બે દિવસ પહેલા જ કટ્ટરપંથી સંગઠન ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા તેને ભાગેડુ જાહેર કર્યો હતો. ત્યારથી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાના ડરથી, પંજાબમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. અમૃતપાલના 78 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. તેની પણ સક્રિય શોધ ચાલી રહી છે. બીજી તરફ અમૃતપાલના સમર્થનમાં તેના સમર્થકો વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે લંડનમાં હાઈ કમિશનમાં અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન પાછળ પણ આ કારણ હોઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT