કુરાનને સળગાવવા મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રોનો વિરોધ, વિશ્વના 150 કરોડ મુસ્લિમોની આસ્થા સાથે રમત
નવી દિલ્હી : સ્વીડનમાં ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં આગ લગાવવા મુદ્દે સઉદી અરબ, પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય…
ADVERTISEMENT
નવી દિલ્હી : સ્વીડનમાં ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં આગ લગાવવા મુદ્દે સઉદી અરબ, પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે સ્વીડનમાં દક્ષિણપંથી વિચારધારાની સ્ટ્રામ કુર્સ પાર્ટીના નેતા રાસમુસ પૈલુદાને નાટો સભ્યતા મુદ્દે તુર્કી સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે તુર્કી દુતાવાસની બહાર કુરાન સળગાવ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત છે કે, પ્રદર્શન દરમિયાન કુરાનની પ્રતિમાં આગ લગાવવા માટે સરકાર તરફથી પરવાનગી પણ આપવામાં આવી હતી.
તુર્કીના દુતાવાસની બહાર કુરાન સળગાવી દેવાઇ
દુતાવાસની બહાર કુરાન સળગાવવાની ઘટના અંગે તુર્કીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદીની આડમાં પવિત્ર કુરાનને સળગાવવું શેતાની હરકત છે. તુર્કીએ આગળ કહ્યું કે, મુસ્લિમો પર નિશાન સાધવા અને ઇસ્લામના પવિત્ર મુલ્યોની અવમાનના કરનારા આ કૃત્યો કરવા માટે અભિવ્યક્તિની આઝાદીના નામે પરવાનગી આપવી કોઇ પણ હાલમાં સ્વિકાર્ય ન હોઇ શકે.
પાકિસ્તાન પણ આકરા પાણીએ
સ્વીડનમાં થયેલી આ વિવાદિત ઘટના મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શરીફે કહ્યું કે, સ્વીડનમાં થયેલી એક દક્ષિણપંથી દ્વારા પવિત્ર કુરાનની બેઅદબીની નિંદા માટે કોઇ શબ્દો જ નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં દોઢસો કરોડ મુસ્લિમોની લાગણીઓને નુકસાન પહોંચાડી શકાય નહી.
આ પણ વાંચો
ADVERTISEMENT
ખાડી દેશો સહિત તમામ મુસ્લિમ દેશોએ ઉગ્રપ્રતિક્રિયા વ્યક્ત કરી
આ ક્રમમાં ખાડી દેશો જેવા કે સાઉદી અરબ, યુએઇ, ઓમાન, કુવૈત, અફઘાનિસ્તા, ઇરાન અને મોરક્કો સહિતના અનેક મુસ્લિમ દેશોએ આ ઘટના અંકે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વીડન અમેરિકી દબદબો ધરાવતા NATO સંગઠનનું સભ્ય બનવા માંગે છે. જોકે પહેલાથી જ આ સંગઠનનું સભ્ય તુર્કી તેની વિરુદ્ધ છે. તુર્કીનો પક્ષ પોતાના તરફી નહી હોવાના કારણે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં દક્ષિણપંથી નેતા અને કાર્યકર્તાઓ તુર્કી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શનના નેતા રાસમુસે તુર્કી દૂતાવાસની બહાર પવિત્ર ગ્રંથ કુરાનને આગ લગાડી દીધી હતી.
ADVERTISEMENT