ભારતનો વધુ એક દુશ્મન ખલ્લાસ, કરાચીમાં લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની ગોળી મારીને હત્યા
પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબાના મોટા આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હતો.…
ADVERTISEMENT
પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબાના મોટા આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હતો. હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા.
BSFના કાફલા પર કરાવ્યો હતો હુમલો
એટલું જ નહીં આ આતંકીએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલો કરાવ્યો હતો. આ હુમલામાં 2 બીએસએફના જવાનો શહીદ થયા હતા, જ્યારે 13 BSFના જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાની તપાસ NIAએ કરી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. આ બંને હુમલામાં હંજાલા અદનાન પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચનાઓ આપી રહ્યો હતો.
લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ હતો હંજલા
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી.જે આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરીને આતંકી હુમલાને અંજામ આપવાના હતા, તેમની વચ્ચે ISI અને પાકિસ્તાની આર્મી હંજલાને જરૂર મોકલી હતી. હંજલા અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.
ADVERTISEMENT
હાફિઝ સઈદને મોટો ઝટકો
હંજલાના મોતને લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન લશ્કર ચીફ હાફિઝની ખૂબ નજીક હતો. 2-3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળીઓ ચલાવીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે અદનાનની હત્યા કરવામાં આવી હતી.
5 ડિસેમ્બરે સારવાર દરમિયાન મોત
સૂત્રોના જણાવ્યા અનુસાર, હંજલા અદનાનને તેના સેફ હાઉસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ગોળી માર્યા બાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેનું મોત થયું. હાફિઝ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT