Encounter Specialist Pradeep Sharma: એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને HC માંથી ઝટકો, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Encounter Specialist Pradeep Sharma: દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી
લખન ભૈયાના ફેક એન્કાઉન્ટર કેસમાં સજા
બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Encounter Specialist Pradeep Sharma: દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના ફેક એન્કાઉન્ટર કેસમાં પ્રદીપ શર્માને આ સજા ફટકારવામાં આવી છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. તેનું એન્કાઉન્ટર મુંબઈના વર્સોવામાં નવેમ્બર 2006માં થયું હતું. તપાસ દરમિયાન આ એન્કાઉન્ટર ફેક હોવાનું જાણવા મળ્યું હતું. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ગૌરીની ડિવિઝલ બેન્ચે 13 અન્ય લોકોની આજીવન કેદની સજાને યથાવત રાખી, જે નીચલી કોર્ટે સંભળાવી હતી. તેમાંથી એક પ્રદીપ સૂર્યવંશી પણ છે, તેમને પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ખ્યાતિ મેળવી છે.
નવી મુંબઈના વાશીમાંથી થયું હતું અપહરણ
આ લોકો પર આરોપ હતો કે તેમણે લખન ભૈયાનું નવી મુંબઈના વાશી વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. લખનનો મિત્ર અનિલ ભેડા પણ ઝડપાયો હતો. આ કેસમાં કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બે લોકો સામેનો કેસ બંધ કરી દેવામાં આવ્યો છે, હાઈકોર્ટમાં અપીલ ચાલી રહી હતી ત્યારે આ લોકોના મોત થયા હતા. 12 જુલાઈ 2013ના રોજ મુંબઈ સેશન્સ કોર્ટે આ કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ પ્રદીપ સૂર્યવંશી સહિત અન્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
લખન ભૈયા સામે નોંધાયેલા હતા અનેક ગુના
વકીલ રાજીવ ચવ્હાણના જણાવ્યા અનુસાર, લખન ભૈયા અને તેના પાર્ટનર અનિલ ભેડાને પોલીસે વાશીમાં તેમના ઘરેથી ઉપાડી લીધા હતા. આ પછી 11 નવેમ્બર 2006ના રોજ એક ફેક એન્કાઉન્ટરમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. પોલીસે દાવો કર્યો હતો કે તે સમયે લખન ભૈયા સામે હત્યા, ખંડણી અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયેલા હતા. આ મામલામાં લખન ભૈયાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
રિપોર્ટમાં થયો હતો ખુલાસો
કેસની તપાસ કર્યા બાદ મેજિસ્ટ્રેટે 11 ઓગસ્ટ 2008ના રોજ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લખન ભૈયાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. આ કોઈ એન્કાઉન્ટર ન હતું. આ પછી હાઈકોર્ટે SITની રચના કરી અને ફેક એન્કાઉન્ટરના કેસની ફરીથી તપાસ કરવામાં આવી. આ ઝીણવટભરી તપાસ બાદ SIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ લોકોમાં એક વ્યક્તિ જનાર્દનનો પણ સમાવેશ થાય છે. લખન ભૈયા સાથે તેનો જમીનનો વિવાદ હોવાનું કહેવાય છે. જેના કારણે તેણે પ્રદીપ શર્મા અને પ્રદીપ સૂર્યવંશીને તેની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
ADVERTISEMENT