પ્રિયંકા ગાંધીની વધશે મુશ્કેલી! EDની ચાર્જશીટમાં આવ્યું નામ; મની લોન્ડ્રિંગનો મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડ્રિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો હરિયાણામાં થયેલા એક જમીનના સોદા સાથે અને NRI બિઝનેસમેન સીસી થમ્પી સાથે જોડાયેલો છે, જેમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ આરોપી છે

ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાના નામનો પણ ઉલ્લેખ

ખાસ વાત એ છે કે, ઈડીએ NRI બિઝનેસમેન સીસી થમ્પી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પહેલીવાર EDએ પ્રિયંકા ગાંધીનું નામ સામેલ કર્યું છે. આ પહેલા EDની ચાર્જશીટમાં તેમના પતિ રોબર્ટ વાડ્રાનું નામ પણ જોડવામાં આવ્યું હતું. ED દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીના રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને પણ જમીન વેચી હતી.’

શું છે સમગ્ર મામલો?

સાથે જ EDએ આરોપ લગાવ્યો છે કે વાડ્રા અને થમ્પી વચ્ચે સારા સંબંધો છે. આ એક મોટો કેસ છે. વાસ્તવમાં આ કેસના તાર ભાગેડું સંજય ભંડારીની સાથે પણ જોડાયેલા છે, જે વર્ષ 2016માં બ્રિટન ભાગી ગયો હતો, ઈડી તેની વિરુદ્ધ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં મદદ કરનારાઓમાં થમ્પી અને બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢાનું નામ પણ સામેલ છે.

ADVERTISEMENT

પ્રિયંકા ગાંધીનું નામ સામેલ

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, થમ્પી પર બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા સાથે મળીને ભંડારીને અપરાધની આવક છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે. જોકે, EDએ આ કેસ સાથે સંબંધિત અગાઉની ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાને થમ્પીના નજીકના સહયોગી તરીકે નામ આપ્યું છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોર્ટમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજમાં પ્રિયંકા ગાંધીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

વાડ્રા અને થમ્પીને વેચી હતી જમીન

ઈડી તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ફેડરલ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવાએ વાડ્રા અને થમ્પી બંનેને જમીનો વેચી દીધી હતી. તેમને હરિયાણામાં જમીન ખરીદવા માટે બેનામી પૈસા આપવામાં આવ્યા હતા અને વાડ્રાએ જમીનના વેચાણ માટે સંપૂર્ણ રકમ ચૂકવી ન હતી. પાહવાએ 2006માં પ્રિયંકા ગાંધીને ખેતીની જમીન વેચીમ હતી અને પછી 2010માં તેમની પાસેથી પાછી ખરીદી લીધી હતી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT