વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, આ બાબતે બનશે વિશ્વ રેકોર્ડ

ADVERTISEMENT

Narendra Modi
Narendra Modi
social share
google news

અમદાવાદ: ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72 મો જન્મદિવસ છે. વડાપ્રધાન ના જીવન વિષે વાત કરવામાં આવે તો તે એક એવા નેતા છે. જે સંઘર્ષો સાથે લડી અને આજે સફળતા શિખરો પર પહોંચ્યા છે. કોઈ રાજકીય પીઠબળ નહીં, કોઈ ગોડફાધર નહીં અને સીધા ગુજરાતના મુખ્યમંત્રીની સીટ પર બેસાડવામાં આવ્યા. પોતાના નિર્ણયોને કારણે અને નીતિઓના કારણે એક સફળ મુખ્યમંત્રી અને એક સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શક્યા છે. વર્ષે 2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારોથી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડીઓ ચડતા ગયા. અને આજે દેશનું સુકાન શાનથી સંભાળી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા દેશમાં કરવામાં આવશે.

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પણોત પુત્ર નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે ત્યારે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં તેમન જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કર્યો સાથે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સેવા પખડવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો યોજાનાર છે. ત્યારે આજે ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કર્યો હાથ ધરવામાં આવશે અને 2 ઓકટોબર સુધી તેમના  જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આજે બ્લડ ડોનેશન કેમ્પ થકી વિશ્વ રેકોર્ડ પણ સર્જવામાં આવશે.
.

બલ્ડ ડોનેશન કેમ્પ યોજી વિશ્વરેકોર્ડ બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજી વિશ્વરેકોર્ડ બનાવવામાં આવશે.વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના જુદા-જુદા પેઇન્ટીંગ દુબઇના ચિત્રકાલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકાશે. આ ગેલેરીનું પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે. 20મી સપ્ટેમ્બરના રોજ કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં તમામ 182 વિઘાનસભા બેઠકને આવરીલેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજયના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુઘી બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં સરકારના વિવિઘ કામોની માહીતી રજૂ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT