PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન, સેંગોલને કર્યા સાષ્ટાંગ પ્રણામ
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ઘણા વિરોધ પક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો છે અને બહિષ્કારની જાહેરાત પણ કરી…
ADVERTISEMENT
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ઘણા વિરોધ પક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો છે અને બહિષ્કારની જાહેરાત પણ કરી છે. આ ભારે વિરોધ વચ્ચે નવી સંસદની લોકસભામાં સેંગોલ પણ લગાવવામાં આવશે. તે તમિલ સંસ્કૃતિની પદ્ધતિઓ અનુસાર સ્થાપિત થવાની છે. તેના આગલા દિવસે જ શનિવારે પીએમ મોદીએ વડાપ્રધાન આવાસ પર તમિલનાડુના અધિનમ સાથે મુલાકાત કરી હતી. PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચ્યા. સમારોહની શરૂઆત પૂજા સાથે થઈ છે. લગભગ એક કલાક સુધી આ પૂજા ચાલશે. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓમ બિરલા પણ બેઠા હતા. PM મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને કર્યું સમર્પિત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે હવન-પૂજામાં બેઠા છે. આ હવન-પૂજાનો કાર્યક્રમ લગભગ એક કલાક ચાલશે. તમિલનાડુના અધ્યાનમ સંતો મંત્રોચ્ચાર સાથે હવનની વિધિ પૂર્ણ કરી રહ્યા છે. પીએમ મોદીએ સેંગોલ સાથે સંસદની નવી ઇમારતમાં પ્રવેશ કર્યો. પીએમ મોદીએ લોકસભા સ્પીકરની સીટ પાસે સેંગોલ સ્થાપિત કર્યું. PM મોદીએ લોકસભામાં સ્થાપિત સેંગોલને કર્યા સાષ્ટાંગ પ્રણામ.
ADVERTISEMENT
દેશભર માંથી આવી સામગ્રી
નવા સંસદભવનના નિર્માણ માટે દેશભરમાંથી અનોખી સામગ્રી એકત્ર કરવામાં આવી છે. જેમ કે નાગપુરથી સાગનું લાકડું, રાજસ્થાનના સરમથુરામાંથી રેતીના પથ્થર, યુપીના મિર્ઝાપુરથી કાર્પેટ, અગરતલામાંથી વાંસનું લાકડું અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરથી અશોક પ્રતીક.
મદુરાઈ અધનમ મંદિરના મુખ્ય મહંત અધનમ હરિહર દાસ સ્વામીગલ અને અન્ય અધનમ સંતો પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. તેણે અગાઉ કહ્યું હતું કે સેંગોલ તમિલ સંસ્કૃતિનો વારસો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી સેંગોલને માત્ર લાકડી માનવામાં આવતું હતું, પરંતુ હવે તેને યોગ્ય સન્માન મળી રહ્યું છે.
ADVERTISEMENT
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને ઘણા રાજ્યોના સીએમ પણ સંસદ ભવન પહોંચ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના સીએમ હેમંત વિશ્વ શર્મા, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને અન્ય મુખ્યમંત્રીઓ સંસદ ભવન સંકુલમાં પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
તંત્ર સતર્ક
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે કોઈ ગડબડ ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. દિલ્હીમાં પ્રવેશતી તમામ સરહદો આજે સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે અને રાજધાનીમાં પ્રવેશતા દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT