Pratibha Patil ની તબિયત સ્થિર, તાવ-છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ

ADVERTISEMENT

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની તબિયત લથડી
Pratibha Patil
social share
google news

Pratibha Patil admitted to Bharti hospital in Pune : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ચેપની ફરિયાદ બાદ મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા પ્રતિભા પાટીલ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ચેપની ફરિયાદ બાદ મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે હવે તેમની તબિયત સ્થિર છે. હોસ્પિટલના અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને (89) બુધવારે ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છાતીમાં ઇન્ફેક્શન અને તાવની સમસ્યા હતી

ભારતી હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને ગઈકાલે (બુધવાર) રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને તાવ અને છાતીમાં ઈન્ફેક્શન છે. તેમની હાલત સ્થિર છે. તેની સારવાર ચાલી રહી છે અને તે ડોકટરોની દેખરેખમાં છે. પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે 2007 થી 2012 સુધી ટોચના બંધારણીય પદ પર સેવા આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT