Poonch માં સેનાના ટ્રક પર આતંકવાદીઓનો ગોળીબાર, સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર શરૂ
Poonch Terrorist Attack : ગુરુવારે (21 ડિસેમ્બર) જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓએ આર્મી ટ્રક પર ગોળીબાર કર્યા પછી, આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં…
ADVERTISEMENT
Poonch Terrorist Attack : ગુરુવારે (21 ડિસેમ્બર) જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓએ આર્મી ટ્રક પર ગોળીબાર કર્યા પછી, આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
Poonch Terrorist Attack: આતંકવાદીઓએ ગુરુવારે (21 ડિસેમ્બર) જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સેનાના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક પર આતંકવાદીઓ દ્વારા ગોળીબારની પુષ્ટિ કરી છે.
પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલો થાનામંડી વિસ્તાર પાસે થયો હતો. આ પછી તરત જ વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. હુમલામાં કોઈ જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી.
ADVERTISEMENT
અધિકારીઓએ વધુમાં કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે, પૂંચના સુરનકોટ વિસ્તારમાં સ્થિત ડેરા કી ગલી (DKG)માં બુધવાર (20 ડિસેમ્બર)ની રાત્રે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
ADVERTISEMENT