‘ગાલીબાઝ’ શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જેલ, ત્યાગીને પકડનાર ટીમને મળ્યું ઈનામ
નવી દિલ્હી: નોઈડા પોલીસે મંગળવારે મેરઠથી 25 હજારના ઈનામી ‘ગાલીબાઝ’ શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી હતી. જે બાદ નોઈડા પોલીસે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને…
ADVERTISEMENT
નવી દિલ્હી: નોઈડા પોલીસે મંગળવારે મેરઠથી 25 હજારના ઈનામી ‘ગાલીબાઝ’ શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી હતી. જે બાદ નોઈડા પોલીસે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં જતી વખતે આરોપી મીડિયાના સવાલો ટાળતો રહ્યો. જો કે તેનો ઘમંડ ઓછો થતો જણાતો ન હતો.
પોલીસ ટીમને 3 લાખનું ઈનામ
મહિલા સાથે દુર્વ્યવહારના આરોપી ત્યાગીની ધરપકડ કરનાર પોલીસ ટીમને 3 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. ACS હોમ અવનીશ અવસ્થીએ 2 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, જ્યારે DGP ડૉ ડીએસ ચૌહાણ રૂપિયા 1 લાખનું ઈનામ આપશે.
5 ઓગસ્ટે મહિલા સાથે દુર્વ્યવહાર કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈને પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારથી આરોપી ફરાર હતો. પોલીસે તેના પર ગેંગસ્ટરની કાર્યવાહી કરીને 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. પોલીસની 12 ટીમ તેને શોધી રહી હતી. આખરે આજે તેની તેના ત્રણ સાથીદારો સાથે મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
શ્રીકાંત ત્યાગીની ધરપકડ બાદ ઓમેક્સ સોસાયટીની મહિલાઓ એ શ્રીકાંતને જામીન ન આપવા માંગ કરી છે. મહિલાઓએ કહ્યું કે તેમની સામે પહેલા પણ કેસ થયા હતા, છતાં તેઓ બહાર હતા. જો આમ ન થાય તો ફરી આવી જ રીતે બહાર આવીને સોસાયટીના લોકોને હેરાન કરી રહ્યો છે.
સ્વામી પ્રસાદ મોર્યએ આપ્યું હતું સ્ટીકર
આરોપીએ પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો કે તેના વાહન પર લાગેલું વિધાનસભા સચિવાલયનું સ્ટીકર તેને સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું. આ મામલે પોલીસે શ્રીકાંત ત્યાગીના પાંચ વાહનો જપ્ત કર્યા છે. જેમાંથી એક પર ધારાસભ્યનું સ્ટીકર હતું જ્યારે અન્ય વાહનની નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકારનો સત્તાવાર લોગો પણ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સતત ભાગતો રહ્યો શ્રીકાંત
પોલીસે જણાવ્યું કે નકુલ ત્યાગી, સંજય અને ડ્રાઈવર રાહુલ તેના મુખ્ય મદદગાર હતા. આરોપી ભાગીને દિલ્હી એરપોર્ટ જઈ રહ્યો હતો, પરંતુ વીડિયો વાયરલ થયો હતો, તેથી પકડાઈ જવાના ડરથી ત્યાં જઈ શક્યો ન હતો. આ પછી તે ફરીથી મેરઠ પહોંચ્યો અને થોડો સમય રોકાયો, જ્યાં તેણે ફોન વગેરે બદલ્યા. ત્યારબાદ શનિવારે હરિદ્વારથી ઋષિકેશ ગયા અને રવિવારે પાછા યુપી આવ્યા. ત્યારપછી રવિવાર સાંજ પછી ફરીથી મોબાઈલ સહિતના સાધનો બદલ્યા પછી મેરઠ, મુઝફ્ફરનગર, બાગપતમાં રોકાયા.
ADVERTISEMENT
ADVERTISEMENT