ઓનલાઈન એપ પર ક્રિકેટ ટીમ બનાવી દોઢ કરોડ જીતનારા સબ ઈન્સ્પેક્ટરની નોકરી કેમ સંકટમાં પડી?
Fantasy Cricket: મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેએ ડ્રીમ ઈલેવન એપ પર એક ટીમ બનાવી હતી. સદભાગ્યે તેમની ટીમ રેન્ક-1 પર…
ADVERTISEMENT
Fantasy Cricket: મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેએ ડ્રીમ ઈલેવન એપ પર એક ટીમ બનાવી હતી. સદભાગ્યે તેમની ટીમ રેન્ક-1 પર રહી અને સોમનાથ રૂ. 1.5 કરોડ જીત્યા. આટલી મોટી રકમ જીત્યા બાદ સોમનાથે મીડિયા સામે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે આ સમાચાર પોલીસ વિભાગ સુધી પહોંચ્યા અને અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા. હવે આ બાબતની ફરિયાદ સરકાર સુધી પહોંચી છે.
2-3 મહિનાથી બનાવી રહ્યા હતા ટીમ
મળતી માહિતી મુજબ સબ ઈન્સ્પેક્ટર સોમનાથ ખેંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા 2-3 મહિનાથી તે ડ્રીમ ઈલેવન પર ટીમ બનાવીને ફેન્ટસી ક્રિકેટમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. દરમિયાન બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ત્રણ ટીમો બનાવીને પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાં સોમનાથની બીજી ટીમ પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે સોમનાથે પોતાના મોબાઈલ પર જોયું કે તેમની ટીમ નંબર વન પર છે અને તેઓ 1.5 કરોડ રૂપિયા જીતી ચૂક્યા છે, ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો નહીં.
1.5 કરોડ રૂપિયા જીતતા પોલીસ સુધી મામલો પહોંચ્યો
સબ ઇન્સ્પેક્ટર સોમનાથ રૂપિયા 1.5 કરોડ જીતી ગયાનો મામલો હવે પોલીસ વિભાગ તેમજ સરકાર સુધી પહોંચ્યો છે. પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કોઈ સરકારી અધિકારીને આવી ગેમ રમવાની છૂટ છે કે નહીં. સોમનાથના કેસની તપાસ ડેપ્યુટી પોલીસ કમિશનર સ્વપ્ના ગોરને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આ મામલાને લઈને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સતીશ માનેએ કહ્યું કે, તપાસ બાદ જે કંઈ પણ સામે આવશે તેના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સોમનાથ ખેંડે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એસીપીએ એમ પણ કહ્યું કે તપાસ બાદ જ નિર્ણય લેવામાં આવશે કે કાર્યવાહી કરવી કે નહીં.
મામલો ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચ્યો હતો
આ મામલે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા અમોલ થોરાટે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સીધી ફરિયાદ કરી સબ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. થોરાટે આરોપ લગાવ્યો છે કે સબ ઈન્સ્પેક્ટર સોમનાથ ખેંડે પોલીસ યુનિફોર્મમાં હતા ત્યારે ઓન-ડ્યુટી ઓનલાઈન ગેમિંગમાંથી પૈસા કમાતા હતા. આ પછી, તે યુનિફોર્મમાં મીડિયા સમક્ષ હાજર થયો અને યુવાનોને આવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કર્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT