હેલ્મેટ ન પહેરવાના કારણે ભાજપના નેતાનો મેમો ફાટ્યો, કાર્યકરો પોલીસ સામે ધરણા પર બેઠા

ADVERTISEMENT

gujarattak
social share
google news

UP: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના બૂથ પ્રમુખનો હેલ્મેટ ન પહેરવાના કારણે મેમો ફાટ્યો હતો. જે બાદ ભાજપના કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો. પોલીસ ચોકી સામે રોડ પર બેસીને પોલીસ વિરુદ્ધ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આઉટપોસ્ટ ઈન્ચાર્જ પર એક હજાર રૂપિયાનું ચલણ બળજબરીથી કાપવાની સાથે અભદ્રતાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ભાજપની મીટિંગથી ઘરે જતા નેતાને દંડ થયો
હકીકતમાં, બુધવારે સાંજે કટઘર વિસ્તારના રામલીલા ગ્રાઉન્ડમાં બીજેપીની મીટિંગ હતી, ત્યારબાદ બધા લોકો ત્યાંથી નીકળી ગયા હતા. લાજપત નગર ચોકીના ઈન્ચાર્જ પ્રબોધ કુમાર સિંહ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ભાજપના બૂથ પ્રમુખ સુખદેવ રાજપૂત વાહન પર જઈ રહ્યા હતા. દરમિયાન હેલ્મેટ ન પહેરવા બદલ તેમને અટકાવવામાં આવ્યા અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

ADVERTISEMENT

પોલીસે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ
બીજેપી નેતા સુખદેવ રાજપૂત વતી આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમનું હેલ્મેટ ચોરાઈ ગયું હતું અને ચોકીના ઈન્ચાર્જે તેમની વાત ન સાંભળી, બળજબરીથી અભદ્ર વર્તન કર્યું અને તેમનું 1000 રૂપિયાનું ચલણ કાપી નાખ્યું. આ પછી મંડળ પ્રમુખ સહિત ભાજપના ડઝનથી વધુ કાર્યકરો લાજપત નગર ચોકીની બહાર એકઠા થયા અને હંગામો શરૂ કર્યો.

પોલીસે તપાસનું આશ્વાસન આપતા કાર્યકરો શાંત થયા
થોડીવાર બાદ ભાજપના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહીનું આશ્વાસન મળતા તમામને પરત મોકલી દેવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ જ ખબર પડશે કે ચોકીના ઈન્ચાર્જે ભાજપના નેતા સાથે ગેરવર્તણૂક કરી કે હેલ્મેટ ન હોવાના કારણે જ મેમો આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT