પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્ક પહોંચ્યા, 9 વર્ષમાં પહેલીવાર USના રાજકીય પ્રવાસ પર ભારતીય PM

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેમનું પ્લેન રાત્રે 10 વાગ્યાની આસપાસ ન્યૂયોર્કમાં લેન્ડ થયું હતું. 9 વર્ષમાં પીએમ મોદીની અમેરિકાની આ પ્રથમ રાજકીય મુલાકાત છે. આ પ્રવાસ ભારતના દૃષ્ટિકોણથી ઘણી બાબતોમાં ખાસ સાબિત થવાનો છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો પણ થવા જઈ રહ્યો છે. પીએમ મોદી ન્યુયોર્કમાં ઉતર્યા કે તરત જ ત્યાં હાજર લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. પીએમ ત્યાં પહોંચ્યા અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળ્યા.

21થી 24 જૂન સુધી US પ્રવાસે PM
જણાવી દઈએ કે પીએમ મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. આ માટે પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. અહીં યુએનમાં તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આ પછી તેઓ વોશિંગ્ટન જશે જ્યાં તેમનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવશે. ચીનના વધતા જતા આક્રમક વલણને રોકવા માટે અમેરિકાએ ભારતને પોતાનો વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યો છે અને હવે તે પોતાની તાકાત અને ટેક્નોલોજીને આગળ લઈ જઈ રહ્યું છે. આ પ્રવાસમાં સૌથી મોટી ડિફેન્સ ડીલ થવા જઈ રહી છે, જેમાં ડ્રોન, સ્ટ્રાઈકર બખ્તરબંધ વાહનો અને જેટ એન્જિન પર કરાર થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે રાજકીય મુલાકાત
સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ (વોશિંગ્ટન ડીસી) ના એનએસસી કોઓર્ડિનેટર જોન કિર્બીએ કહ્યું કે, આ રાજકિય મુલાકાત ચીન અથવા રશિયા વિશે નથી, તે યુએસ-ભારત દ્વિપક્ષીય સંબંધોના પાયાને સુધારવા વિશે છે.

સંરક્ષણ સોદા વિશે મહત્વપૂર્ણ બાબતો
સંરક્ષણને લગતા આ કરારની મહત્વની વાત એ છે કે અમેરિકા તેના જેટ એન્જિનથી લઈને ખતરનાક હથિયારોની ટેકનોલોજી ભારતને ટ્રાન્સફર કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં, તેને ભારતની શક્તિનો અહેસાસ છે અને તે જાણે છે કે તે ભારતને સાથે લીધા વિના ચીન સાથે ડીલ નહીં કરી શકે. તેથી, પીએમ મોદીની આ મુલાકાતમાં તે સોદા થવાના છે, જેનાથી ન માત્ર ભારતની વ્યૂહાત્મક તાકાત વધશે, પરંતુ દેશમાં રોજગાર વધવાની પણ મોટી આશા છે.

ADVERTISEMENT

આ છે PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અમેરિકી પ્રવાસ કેટલો મહત્વનો છે અને આ એક પ્રવાસ સમગ્ર વિશ્વમાં ભારતના વધતા વર્ચસ્વનો કેવો અંદાજ લગાવી શકે છે તે જાણતા પહેલા એ પણ જાણી લો કે અમેરિકન પ્રવાસ પર PM મોદીનો શું પ્લાન છે.

ADVERTISEMENT

 • 20 જૂનની રાત્રે ન્યુયોર્કમાં નોબેલ વિજેતાઓનો કાર્યક્રમ.
 • 21 જૂને સવારે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે.
 • 21 જૂનની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પરિવારના મહેમાન બનશે.
 • 22 જૂને પીએમ મોદી વોશિંગ્ટન ડીસીમાં યુએસ કોંગ્રેસને સંબોધિત કરવાના છે.
 • 22 જૂનની સાંજે પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઈડન અને જીલ બાઈડનના સ્ટેટ ગેસ્ટ હશે અને સ્ટેટ ડિનરમાં હાજરી આપશે.
 • 23 જૂને સવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે PM મોદીના સન્માનમાં લંચનું આયોજન કર્યું છે.
 • 23 જૂનની સાંજે પીએમ મોદીનો કેનેડી હાઉસ અને પછી રીગન સેન્ટરમાં કાર્યક્રમ છે, જ્યાં પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને મળશે.
 • 24 જૂને પીએમ મોદી ઇજિપ્તના પ્રવાસે રવાના થશે.

  follow whatsapp

  ADVERTISEMENT