પરિવારજનોથી સંબોધન… પરિવારવાદ પર વાર, લાલ કિલ્લાથી PMના સંબોધનની ખાસ વાતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: PM મોદીએ 140 કરોડ ભારતીયોના પરિવાર સાથે લાલ કિલ્લા પરથી તેમના 10માં સંબોધનની શરૂઆત કરી હતી. પીએમ મોદી તેમના સમગ્ર સંબોધન દરમિયાન ‘મારા પરિવારના સભ્યો’ બોલતા રહ્યા. સામાન્ય રીતે પીએમ મોદી પોતાના સંબોધનમાં દેશવાસીઓ શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે પીએમ મોદીએ પરિવારના સભ્યો શબ્દનો સતત ઉપયોગ કર્યો. પીએમ મોદીએ સંબોધનની શરૂઆત પરિવાર શબ્દથી કરી અને બાદમાં પરિવારવાદ પર પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીના સંબોધનમાં સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યા હતા તો ભવિષ્ય માટેનો રોડમેપ પણ હતો. ઈતિહાસનો ઉલ્લેખ કરીને તેમણે દેશવાસીઓને આવનારી કાલ માટે ચેતવણી આપી હતી અને કોઈનું નામ લીધા વિના ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ માટે વિપક્ષી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખાઈ ગયો છે, પરંતુ મોદીના જીવનની પ્રતિબદ્ધતા છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડતા રહેશે. પરિવારવાદ અંગે પીએમે કહ્યું કે, જે રીતે તેણે દેશને જકડી રાખ્યો છે, તેણે લોકોના અધિકારો છીનવી લીધા છે. તેમણે કહ્યું કે ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણ છે જેણે દેશની મૂળભૂત વિચારસરણીને નુકસાન પહોંચાડ્યું છે. આપણે આ દુષણો સામે આપણી પૂરી શક્તિથી લડવું પડશે.

ADVERTISEMENT

નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતની નિર્ણાયક ભૂમિકા
પીએમ મોદીએ વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો અને નવી વિશ્વ વ્યવસ્થા વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ નિર્ણય લેવામાં ભારતની ભૂમિકા નિર્ણાયક રહેશે અને ભારત પણ આ માટે તૈયાર છે. પીએમ મોદીએ મહર્ષિ અરબિંદો અને દયાનંદ સરસ્વતી સાથે રાણી દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કુદરતી આપત્તિ વિશે શું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળ દરમિયાન લાલ કિલ્લા પરથી તેમના છેલ્લા સંબોધનની શરૂઆતમાં કુદરતી આફતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કરશે અને સાથે મળીને કામ કરશે.

ADVERTISEMENT

PM મોદીએ મણિપુર પર શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં મણિપુર હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તરપૂર્વ અને મણિપુર, દેશના અન્ય ભાગોમાં હિંસાનો સમય હતો. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. પીએમએ કહ્યું કે દીકરીઓના સન્માન સાથે ખીલવાડ થયો છે. દેશ મણિપુરની સાથે છે. હવે શાંતિના સમાચાર આવી રહ્યા છે. શાંતિથી જ ઉકેલનો માર્ગ મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સમસ્યાના ઉકેલ માટે સાથે મળીને કામ કરી રહી છે. જો ઘટના મણિપુરમાં બને તો દેશને પણ દુઃખ થાય છે. આપણે બધા એક છીએ. આપણે બધા સાથે મળીને કામ કરીશું.

ADVERTISEMENT

આજના નિર્ણયો હજાર વર્ષનું ભાગ્ય લખશે
ગુલામીના સમયની યાદ અપાવતા પીએમ મોદીએ કહ્યું કે, ઈતિહાસની કેટલીક ક્ષણો અમીટ પર છાપ છોડી જાય છે. રાજાની હારની એક નાની ઘટનાને કારણે ભારતને હજાર વર્ષની ગુલામીનો સામનો કરવો પડ્યો. પીએમ મોદીએ કહ્યું કે નાની નાની ઘટનાઓ પણ હજાર વર્ષ સુધી અસર છોડી દે છે. તેમણે કહ્યું કે હું ઈતિહાસનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ સમયે દેશ એવા મુકામે ઉભો છે જ્યાં લીધેલા નિર્ણયો હજાર વર્ષ આગળનું ભાગ્ય લખશે.

    follow whatsapp

    ADVERTISEMENT