અયોધ્યાવાસીઓને મોટી ભેટઃ PM મોદીના હસ્તે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન, જાણો શું છે ખાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi in Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનના લોકાર્પણ અને 6 વંદે ભારત-2 અમૃત ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ PM મોદીએ અવધવાસીઓને વધુ એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીના હસ્તે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટને થોડા દિવસ સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. જે બાદ આ એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટને તૈયાર કરવામાં અંદાજે કુલ 1,450 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ કુલ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યું છે એરપોર્ટ

અયોધ્યા એરપોર્ટના ટર્મિનલને પણ ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. રામની નગરીના આ એરપોર્ટની એક મોટી ખાસિયત એ છે કે તેને મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે. એરપોર્ટની દીવાલો પર બ્યુટીફિકેશન માટે રામાયણ સંબંધિત મહત્વપૂર્ણ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. એરપોર્ટનું વાસ્તુ અને ડિઝાઇન ખૂબ જ ખાસ છે. તે સંપૂર્ણપણ શ્રી રામના જીવન સાથે પ્રેરિત છે.

ADVERTISEMENT

મુખ્યત્વે સાત સ્તંભો પર બનાવાયું છે એરપોર્ટ

અયોધ્યાના આ એરપોર્ટને નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેને આર્કિટેક્ટ વિપુર (VIPUL VARSHNEYA) અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિપુલ વાર્શ્નેય કહે છે કે, એરપોર્ટના સાત શિખરો નાગર શૈલીથી પ્રેરિત છે. મુખ્ય શિખર મધ્યમાં છે અને આગળના ભાગમાં 3 અને પાછળ 3 શિખરો છે. નાગર શૈલી ઉત્તર ભારતની મંદિર નરમ્ન્મ્ક્જ (Narmnmkj) શૈલી છે. આ સિવાય એરપોર્ટ પર ભગવાન શ્રીરામને દરેક જગ્યાએ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહાર ધનુષનું મોટું ભીંતચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ મુખ્યત્વે સાત સ્તંભો પર બનાવાયું છે, જે રામાયણના સાત કાંડોથી પ્રેરિત છે. આ સ્તંભો પર આકૃતિ અને સજાવટ પણ તે રીતે જ કરવામાં આવી છે.

821 એકરમાં ફેલાયેલું છે આ એરપોર્ટ

અંદાજે 821 એકરમાં ફેલાયેલા આ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અનુસાર બનાવવામાં આવ્યું છે. આ માટે 2200 મીટરનો રનવે તૈયાર કરવામાં આવ્યો છે. આ એરસ્ટ્રીપ પર બોઈંગ 737, એરબસ 310 અને એરબસ 320 જેવા એરક્રાફ્ટ પણ સુરક્ષિત લેન્ડ કરી શકાશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ થશે શરૂ

તમને જણાવી દઈએ કે, આ એરપોર્ટથી 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. 6 જાન્યુઆરીએ પહેલી ફ્લાઈટ દિલ્હીથી સવારે 11.55 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઈટ અયોધ્યાથી બપોરે 1.45 વાગ્યે રવાના થશે અને બપોરે 3 વાગ્યે દિલ્હી પહોંચશે.

શું કહ્યું ઈન્ડિગોના અધિકારીએ?

ઈન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી વચ્ચેની દૈનિક ફ્લાઈટ્સ એક જ સમયે ઓપરેટ થશે. અમદાવાદથી અયોધ્યા અને અયોધ્યાથી અમદાવાદની ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઓપરેટ થશે.

11 જાન્યુઆરીએ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉડાન ભરશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. તે રાત્રે 11.30 કલાકે અયોધ્યાથી નીકળશે અને 1.40 કલાકે અમદાવાદ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી અયોધ્યાનું અંતર ફ્લાઈટ દ્વારા 1 કલાક 20 મિનિટમાં કાપવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT