PM મોદીનો લાલપુર અને શહડોલનો કાર્યક્રમ અચાનક રદ્દ, શિવરાજે જણાવ્યું કારણ

ADVERTISEMENT

PM Modi MP Visit cancel
PM Modi MP Visit cancel
social share
google news

PM Modi MP Visit : પીએમ મોદીના મધ્યપ્રદેશના લાલપુર અને શહડોલમાં થનારી મુલાકાત સ્થગિત કરી દીધી છે. 27 જુને રાજ્યમાં તેમનો કાર્યક્રમ પ્રસ્તાવિત હતો. સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, ખરાબ હવામાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે પીએમ મોદીની ભોપાલ મુલાકાતમાંકોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવનાને જોતા પીએમ મોદીની લાલપુર અને શહડોલનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. કાલે એટલે કે 27 જુને હજારોની સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થવાના હતા, જો કે ભારે વરસાદના અનુમાનના કારણે જનતાને કોઇ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેવું પીએમ ઇચ્છતા હતા. જો ભારે વરસાદ થયો તો આવનારા લોકોને સમસ્યાનોસ સામનો કરવો પડી શકે છે. માટે આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

મુલાકાત રદ્દ નથી થઇ હવામાન સાફ થતાની સાથે જ સ્થિતિ અનુસાર પીએમ ફરી એકવાર લાલપુર અને પકરિયા ખાતે આવશે. તેમણે જનતાને અપીલ કરી છે કે, નિરાશ થવાની જરૂર નથી. પીએમ મોદી આપણી વચ્ચે આવવાના છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના કાર્યક્રમને જોતા અમારા ટેંટ અને પંડાલની વ્યવસ્થા પણ યથાવત્ત રાખવામાં આવી છે. જેના પરથી તમે અનુમાન લગાવી શકશો કે પીએમ ઝડપથી આવશે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મંગળવારે રાજધાની ભોપાલ આવી રહેલા વડાપ્રધઆનના રોડશો કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદની સંભાવનાને જોતા રોડ શો સ્થગિત કરવામાં આવ્યો છે. રાજધાની ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 350 મીટરનો રોડ શો થવાનો હતો. જો કે વાતાવરણના કારણે રોડ શો રદ્દ કરવાની ફરજ પડી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT