Karnataka માં BJP ના પરાજય બાદ PM મોદીનું પ્રથમ ટ્વીટ, કોંગ્રેસને આપી ખાસ સલાહ

ADVERTISEMENT

PM Modi tweet after defeat in Karnataka election
PM Modi tweet after defeat in Karnataka election
social share
google news

બેંગ્લુરૂ : Karnataka Chunav Parinam 2023 Updates: કર્ણાટકની 224 સીટો પર 10 મી મેના રોજ મતદાન થયું હતું. વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. ભાજપના હાથમાંથી સત્તા ફિસલી રહી છે. જ્યારે જેડીએસ આ વખતે પણ ત્રીજા નંબરની પાર્ટી બની રહી છે. તેવામાં કોંગ્રેસે સ્પષ્ટ રીતે બહુમતીથી સરકાર બનાવી રહી છે. ભાજપ દ્વારા પોતાની તમામ સરકારી મશીનરી કામે લગાડી દેવામાં આવી હોવા છતા ખુબ જ શરમજનક પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીએમ મોદી અને અમિત શાહ સહિતના સ્ટાર પ્રચારકો પોતાની તમામ શક્તિ કામે લગાડી હોવા છતા કર્ણાટકમાં ભાજપને ખુબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

કર્ણાટકમાં લગભગ વલણ સપષ્ટ થઇ ગયા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કોંગ્રેસને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “કર્ણાટક વિધાનસભામાં જીત બદલ કોંગ્રેસને હાર્દિક શુભકામનાઓ. આશા રાખુ કે તેઓ નાગરિકોની આશા પુર્ણ કરશે. આ ઉપરાંત પીએમ મોદીએ કર્ણાટકમાં મત આપનારા અને મદદ કરનારા તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોનો પણ આભારા વ્યક્ત કર્યો હતો. ભાજપ કાર્યકર્તાઓની મહેનતના પણ વખાણ કર્યા હતા. કાર્યકર્તાઓને બમણા જોશ સાથે કર્ણાટકની જનતાની સેવા કરતા રહેવા માટે અપીલ કરી હતી. ”

ADVERTISEMENT

કર્ણાટકમાં કોંગ્રેસને બમ્પર જીત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની જનતાને કહ્યું કે, પાર્ટી તેના 5 વચનો તરત પૂરા કરશે. પ્રથમ દિવસે પ્રથમ કેબિનેટમાં તમામ પાંચ વચનો પૂરા કરવામાં આવશે. કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં બપોરે 2.50 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સૌથી પહેલા તેમણે કર્ણાટકમાં જીત માટે લોકોનો આભાર માન્યો હતો. આ સાથે જ આ પછી ભાજપ પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, રાજ્યમાં પ્રેમની જીત થઈ છે અને નફરતની હાર થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે ગરીબોના મુદ્દે લડ્યા હતા. અમે આ યુદ્ધ પ્રેમથી લડ્યા. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. પ્રેમની દુકાનો ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT