PM મોદી ‘રોજગાર મેળા’ હેઠળ 71 હજાર એપોઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કરશે, કાર્યક્રમ ઓનલાઈન થશે…
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં ભરતી થયેલા લગભગ 71,000 લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દરમિયાન તેઓ…
ADVERTISEMENT
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં ભરતી થયેલા લગભગ 71,000 લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દરમિયાન તેઓ તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. તે કેન્દ્ર સરકારના ‘રોજગાર મેળા’ અભિયાનનો એક ભાગ છે. આ અભિયાન હેઠળ સરકારે ગયા વર્ષે 10 લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની મોદી સરકારની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જોબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશભરમાંથી પસંદ કરાયેલા કર્મચારીઓમાં જુનિયર એન્જિનિયર, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડોક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન, ‘કર્મયોગી આરંભ’ મોડ્યુલ હેઠળ નવા ભરતી થયેલા લોકોનો અનુભવ પણ શેર કરવામાં આવશે. આ મોડ્યુલ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતીઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.
ADVERTISEMENT
PM ત્રણ દિવસીય પરિષદની અધ્યક્ષતા કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs)ની ત્રણ દિવસીય પરિષદની અધ્યક્ષતા કરશે. 20થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન દિલ્હીની પુસા સંસ્થામાં કરવામાં આવશે.
ADVERTISEMENT