અયોધ્યામાં અચાનક દલિતના ઘરે પહોંચ્યા PM મોદી, જાણો કોણ છે પ્રધાનમંત્રીને ચા પીવડાવનાર મહિલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi in Ayodhya: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 ડિસેમ્બર) અયોધ્યાની મુલાકાતે છે. અહીં તેમણે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે PM મોદીએ અયોધ્યામાં એક દલિતના ઘરે ગયા હતા અને અહીં તેમણે ચા પણ પીધી હતી.

દલિત મહિલાએ PMને ચા પીવડાવી

PM મોદી અયોધ્યામાં દલિત મહિલા મીરા માંઝીને મળ્યા અને તેમના ઘરે બનેલી ચા પીધી. મીરા માંઝી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડો સમય મીરાના ઘરે રોકાયા, આ દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે વાત કરી અને ચા પીધી.

ADVERTISEMENT

અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો

આ પહેલા પીએમ મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પછી અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે જ સમયે 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટથી નીકળ્યા બાદ પીએમનો રોડ શો થયો હતો. આ દરમિયાન લોકોએ તેમનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ લોકોની ભીડ હતી.

ADVERTISEMENT

અયોધ્યા કેસના વકીલે પીએમ મોદીનું સ્વાગત કર્યું

બાબરી કેસના વકીલ હાશિમ અંસારીના પુત્ર ઇકબાલ અન્સારી પીએમ મોદીને આવકારવા માટે પીએમ મોદી પર ગુલાબના ફૂલ વરસાવતા જોવા મળ્યા ત્યારે એક રસપ્રદ નજારો જોવા મળ્યો.

ADVERTISEMENT

ઈકબાલ અંસારીએ કહ્યું, ‘અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિન્દુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.’

ખાસ વાત એ છે કે ઇકબાલ અંસારી બાબરી કેસમાં પક્ષકાર હતા અને મંદિર માટે આ જમીન આપવાના વિરોધમાં હતા. તે આ માટે કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2020માં રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે તેમણે પણ તેમનું સ્વાગત કર્યું હતું. ઈકબાલને રામ મંદિર નિર્માણ ટ્રસ્ટ તરફથી આમંત્રણ પણ મળ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT