Uttarkashi Tunnel Rescue: 17 દિવસ બાદ ટનલમાંથી બહાર આવ્યા શ્રમિકો, PM મોદીએ ફોન પર કરી વાતચીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોને 17 દિવસની મહામહેનત બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢ્યા પછી તેઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા.

PM મોદીએ વ્યક્ત કરી ખુશી

આ પહેલા શ્રમિકોને સુરક્ષિત ટનલમાંથી બહાર કાઢવા પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ‘ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓના રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દેનારી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા, તેમને હું કહેવા માંગુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય દરેકને પ્રેરિત કરી રહ્યું છે. હું તમારા બધાની કુશલતા અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરુ છું.’

‘બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની હિંમતને સલામ’

પીએમ મોદીએ આગળ લખ્યું છે કે, ‘આ અત્યંત સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે આપણા આ સાથી પોતાના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં આ તમામ પરિવારોએ જે સંયમ અને હિંમત બતાવી છે, તેની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું આ બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની હિંમતને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ-શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.’

ADVERTISEMENT

12 નવેમ્બરે સર્જાઈ હતી દુર્ઘટના

આ દુર્ઘટના દિવાળીના દિવસે એટલે કે 12મી નવેમ્બરે સર્જાઈ હતી. આ શ્રમિકો આ ટનલમાં કામ કરતા હતા. ત્યારબાદ સુરંગ ધરાશાયી થઈ હતી અને શ્રમિકો કાટમાળની 60 મીટર લાંબી દિવાલ પાછળ ફસાઈ ગયા હતા. ત્યારથી આ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT