એક્શનઃ PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબના DGPની મોટી કાર્યવાહી, SP ગુરબિંદર સિંહને કર્યા સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi Security Lapse SP Suspend: પંજાબમાં જાન્યુઆરી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરબિંદર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પંજાબના DGP તરફથી 18 ઓક્ટોબર 2023ના રોજ એક રિપોર્ટ જમાં કરાવવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુરબિંદર સિંહે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન યોગ્ય રીતે ફરજ બજાવી નહોતી.

20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો કાફલો

તમને જણાવી દઈએ કે, પીએમ મોદી 5 જાન્યુઆરી 2022ના રોજ બાય રોડ ભટિંડાથી ફિરોઝપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ રસ્તામાં ટ્રેક્ટરો ઉભા રાખી દીધા હતા અને હાઈવે બંધ કરી દીધો હતો. આ પછી તેમનો કાફલો ફિરોઝપુરના ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. જ્યારે રસ્તો ન ખૂલ્યો ત્યારે પીએમના કાફલાને પરત ફરવું પડ્યું હતું. આ પછી પીએમ મોદી ભટિંડા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી (PM Modi)એ પંજાબના અધિકારીઓને કહ્યું કે, “તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા (Bhatinda) એરપોર્ટ સુધી જીવતો પાછો શક્યો છું.”

ફિરોઝપુરમાં તૈનાત હતા ગુરબિંદર સિંહ

તમને જણાવી દઈએ કે, તે સમયે ગુરબિંદર સિંહ ફિરોઝપુરના એસપી (ઓપરેશન) તરીકે તૈનાત હતા. આ પછી તેમની બદલી ભટિંડા કરવામાં આવી હતી. અત્યારે ગુરબિંદર સિંહ ભટિંડા એસપી તરીકે તૈનાત છે. તેમને આદેશ આપવામાં આવ્યો છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમનો કાર્યકાળ ડીજીપી ઓફિસ, ચંદીગઢ રહેશે. આટલું જ નહીં તેઓ પરવાનગી વિના તેમની ઓફિસ છોડી શકશે નહીં.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે બનાવી હતી તપાસ કમિટી

PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે સુપ્રીમ કોર્ટે એક તપાસ કમિટી બનાવી હતી. તપાસ કમિટીના રિપોર્ટમાં તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી સિદ્ધાર્થને પણ આરોપી જણાવવામાં આવ્યા હતા. કમિટીએ આ રિપોર્ટ આઠ મહિના પહેલા ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટ અને સરકારને સોંપ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT