‘ત્રીજી ટર્મમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત’, વારાણસીમાં બોલ્યા PM Modi
PM modi In Varanasi : આગામી વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ‘મોદીની ગેરંટી’ વિશે વાત કરતાં કહ્યું કે, તેમની ત્રીજી ટર્મમાં…
ADVERTISEMENT
PM modi In Varanasi : આગામી વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ‘મોદીની ગેરંટી’ વિશે વાત કરતાં કહ્યું કે, તેમની ત્રીજી ટર્મમાં તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. મોદીએ વારાણસી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂ. 19,150 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.ત્યારબાદ એક રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, કાશીમાં જે વિકાસનું અમૃત વહે છે તે સમગ્ર પ્રદેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સાથે તેમણે કહ્યું કે, દેશમાં હવે થોડા મહિના પછી ચૂંટણી છે અને મોદીએ દેશને ખાતરી આપી છે કે તેમની ત્રીજી ઇનિંગમાં તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે.
કરોડો રૂપિયામાં નિર્માણાધીન સ્વરવેદા મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીના વારાણસીના બે દિવસીય પ્રવાસનો આજે છેલ્લો દિવસ હતો. સોમવારે તેમણે સીએમ યોગી અને અન્ય ધાર્મિક નેતાઓ સાથે સ્વરવેદા મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. 64 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મંદિરનું નિર્માણ 1000 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.
ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનશે
ઉપરાંત વડપ્રધાન મોદીએ કહ્યું કે, કાશીમાં હજારો વંચિત ગરીબો સરકારી યોજનાઓ સાથે જોડાયેલા છે. કેટલાકને નળનું પાણી, કેટલાકને આયુષ્માન અને કેટલાકને મફત ગેસ કનેક્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. મોદીએ કહ્યું કે આ કારણે વિશ્વાસ વધી રહ્યો છે કે ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનશે.
ADVERTISEMENT
વારાણસીને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા
આ સિવાય PM મોદીએ આજે વારાણસીને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા, જેમાં રોડ અને પુલ, આરોગ્ય અને શિક્ષણ, પોલીસ કલ્યાણ, સ્માર્ટ સિટી અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ, રેલવે અને એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયથી નવા ભાઈપુરને જોડતા રૂ. 10,000 કરોડના ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ સામેલ છે.
ADVERTISEMENT