EXCLUSIVE: જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી શાંતિ માટે કેવી રીતે કામ કરી રહી છે કેન્દ્ર સરકાર? PM મોદીએ જણાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi Interview: તાજેતરમાં, એક ઐતિહાસિક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાના મોદી સરકારના નિર્ણયને મંજૂરી આપી હતી. આનાથી કાયદાકીય રીતે આ વિવાદાસ્પદ પ્રકરણનો કાયમ માટે અંત આવ્યો. હવે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવા અને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું કામ કરી રહી છે. India Today ગ્રુપને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લેઆમ કોર્ટના નિર્ણય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને રાજ્યના વિકાસ માટેની તેમની યોજનાઓ વિશે પણ જણાવ્યું.

India Today ગ્રુપ સાથે PM મોદીનું એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ

India Todayના ગ્રુપ એડિટર-ઈન-ચીફ અને ચેરપર્સન અરુણ પુરી, વાઈસ-ચેરપર્સન કલી પુરી અને ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથેની ખાસ વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે, અસ્થાયી જોગવાઈને નાબૂદ કરવામાં વિલંબથી લોકોને સમસ્યા થઈ છે. નહેરુજીએ સંસદમાં કહ્યું હોવા છતાં કે આ કલમ ‘ઘસાતા ઘસાતા ઘસાઈ જશે’, જમ્મુ અને કાશ્મીરના લોકો, ખાસ કરીને મહિલાઓ અને ગરીબ સમુદાયના લોકો સાત દાયકાઓથી તેમના અધિકારોથી વંચિત હતા.

370 નાબૂદ થવાથી હવે કાશ્મીરના લોકો ઘડશે પોતાનું ભાગ્ય

પીએમ મોદીએ કહ્યું કે, કલમ 370 હંમેશા માટે નાબૂદ થવાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો પહેલીવાર પોતાના હાથે પોતાનું ભાગ્ય ઘડવા માટે સ્વતંત્ર છે. ભારતનું બંધારણ, જે સામાજિક રીતે નબળા સમુહોના અધિકારોનું રક્ષણ કરે છે, તે હવે તેમને પણ સંપૂર્ણ રીતે લાગુ પડે છે. જમ્મુ અને કાશ્મીરની મહિલાઓ આજે રમતગમતથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધીના વિવિધ ક્ષેત્રોમાં ઉભરી રહી છે. નવા ઉદ્યોગો ખુલી રહ્યા છે. આતંકવાદ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે પ્રવાસન રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી રહ્યો છે. G20 મીટિંગ જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ યોજાઈ અને વિશ્વએ આ ક્ષેત્રની આતિથ્ય અને પ્રાચીન સુંદરતા જોઈ.

ADVERTISEMENT

J&Kમાં શાંતિ માટે શું કરી રહી છે સરકાર?

જમ્મુ અને કાશ્મીરમાં સ્થાયી શાંતિ માટેના તેમના પગલાઓની સ્પષ્ટતા કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકારે સુરક્ષા, વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ મૂડીમાં રોકાણ અને સરકારી પ્રક્રિયાઓની સંપૂર્ણ પુનઃરચના પર ભાર મૂકીને બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે. અમે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકોનું સર્જન કરીને પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની ખાતરી કરવાના અમારા માર્ગ પર છીએ.

પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું પહેલાથી જ રાષ્ટ્રીય સ્તરે સંસદમાં પ્રતિનિધિત્વ છે. સ્થાનિક સ્તરે પહેલીવાર અમે લોકશાહીને પાયાના સ્તર સુધી લઈ જવામાં સફળ રહ્યા છીએ. રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત રાજ વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી છે અને 35 હજાર નેતાઓને પાયાના સ્તરે ચૂંટવામાં આવ્યા છે. તેમણે પૂછ્યું કે શા માટે આપણે આ ચૂંટણીઓનું મહત્વ ઓછું આંકીએ છીએ? લોકશાહી હોય, વિકાસ હોય કે ગતિશીલતા હોય, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો આજે સર્વાંગી પ્રગતિ જોઈ રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT