લોકસભા ચૂંટણી પહેલા PM મોદીએ મંત્રીપરિષદની બેઠકમાં મંત્રીઓને આપ્યો ખાસ ટાસ્ક

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: PM મોદીએ સોમવારે (3 જુલાઈ) મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક દિલ્હી સ્થિત પ્રગતિ મેદાનમાં થઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ સામેલ થયા હતા.

આ બેઠક પછી, વડા પ્રધાને ટ્વિટ કર્યું કે મંત્રી પરિષદ સાથે ફળદાયી બેઠક, જ્યાં અમે વિવિધ નીતિ વિષયક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. તેમણે મીટિંગ સાથે જોડાયેલા ફોટા પણ શેર કર્યા. આ બેઠકમાં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર 2047 સુધીના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં 2024ની આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીએ બેઠકમાં શું કહ્યું?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમએ કહ્યું કે, અમે શાંતિના વાતાવરણમાં કામ કરી રહ્યા છીએ જેથી અમે યુદ્ધ માટે તૈયાર રહીએ. આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ કહ્યું કે, સરકારે 9 વર્ષમાં ઘણો વિકાસ કર્યો છે. તેમણે મંત્રી પરિષદને આગામી 9 મહિનામાં લોકો સુધી પહોંચવા કહ્યું.

ADVERTISEMENT

પીએમએ કહ્યું કે, તમે બધાએ તમારા સંબંધિત મંત્રાલયના કાર્યોને જોરદાર રીતે પ્રોત્સાહન આપવું જોઈએ અને તમારા સંબંધિત મંત્રાલયની 12 મોટી ઉપલબ્ધિઓ અને યોજનાઓનું કેલેન્ડર બનાવવું જોઈએ. મંત્રી પરિષદની બેઠકમાં 2047 સુધીની ભારતની સંભવિત વિકાસ યાત્રા પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ સિવાય વિદેશ સચિવે પીએમના વિદેશ પ્રવાસ પર એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે પીએમની મુલાકાત તેમના પુરોગામી પ્રવાસો કરતા અલગ હતી.

ચોમાસુ સત્ર જૂની સંસદમાં જ યોજાશે
આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે, અમારું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે જે મંત્રાલયોએ બિલ લાવવું છે તે જલ્દી લાવે. આ વખતે ચોમાસુ સત્ર જૂની સંસદમાં જ યોજાશે. આજની બેઠકમાં દેશને આગળ લઈ જવાની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કામગીરી અને પીએમ મોદીની તાજેતરની વિદેશ યાત્રાના વિકાસ અંગે ચર્ચા થઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT