‘ભારતના લોકતંત્રમાં ભેદભાવને જગ્યા નથી’, લઘુમતીઓના સવાલ પર PM મોદીનો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતીઓ સાથેના ભેદભાવ અને માનવાધિકારના ઉલ્લંઘન પર કહ્યું કે, ભારત લોકશાહી છે અને જાતિ-સંપ્રદાય, ધર્મ કે લિંગના આધારે કોઈની સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતીઓ સાથેના ભેદભાવ અને માનવાધિકારના ઉલ્લંઘન પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ છીએ, તો જો માનવીય મૂલ્યો ન હોય, માનવતા ન હોય અને માનવ અધિકાર ન હોય તો તે લોકશાહી નથી. અમે લોકશાહીને જીવીએ છીએ અને ભારતમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી થતો.

પીએમ મોદીએ પ્રશ્નના જવાબમાં કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે તમે લોકો કહો છો કે લોકો કહે છે. લોકો કહેતા નથી – ભારત એક લોકશાહી છે, જેમ કે રાષ્ટ્રપતિએ કહ્યું, ભારત અને અમેરિકા બંનેના ડીએનએમાં લોકશાહી છે.” લોકશાહી અમારો આધાર છે. અમારી નસોમાં છે. અમે લોકશાહીને જીવીએ છીએ.”

ADVERTISEMENT

પીએમ મોદીએ બંધારણનો ઉલ્લેખ કર્યો
બંધારણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “અમારા પૂર્વજોએ લોકશાહીને શબ્દોમાં રજૂ કર્યો છે. બંધારણના રૂપમાં. અમારી સરકાર લોકશાહીના મૂળભૂત મૂલ્યો પર આધારિત બંધારણના આધારે ચાલે છે. અમારી સરકાર અને અમે એ સાબિત કર્યું છે કે, અમે લોકશાહીને ડિલિવર કરી છે. જ્યારે હું કહું છું કે ડિલિવર કરી છે, ત્યારે જાતિ, ધર્મ, લિંગ ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. જ્યારે લોકશાહીની વાત કરીએ છીએ, જો કોઈ માનવીય મૂલ્ય નથી, માનવતા નથી, માનવ અધિકાર નથી તો પછી તે લોકશાહી નથી. અને તેથી જ્યારે તમે તેને સ્વીકારો છો અને જ્યારે આપણે લોકશાહી જીવીએ છીએ ત્યારે ભેદભાવનો પ્રશ્ન ઊભો થતો નથી.”

ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથીઃ PM
પીએમ મોદીએ કહ્યું, “અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ. ભારતમાં સરકારના લાભ દરેકને મળે છે. ભારતના લોકશાહી મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી, ન તો ધર્મના આધારે, ન તો જાતિના આધારે, ન તો ઉંમરના આધારે કે પ્રદેશના આધારે.

ADVERTISEMENT

PMએ સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?
આ પહેલા દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ સંયુક્ત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આજે અમારા દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરીને વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણની ભાગીદારી વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. અમે અંતરિક્ષ સહયોગમાં મોટી છલાંગ લગાવી છે.

ADVERTISEMENT

ભારત-યુએસ ભાગીદારીમાં અંતરિક્ષ પણ કોઈ સીમા નથી. ભારત અને અમેરિકા આતંકવાદ અને કટ્ટરપંથી સામે લડવામાં સાથે છે. 2 નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાના યુએસના નિર્ણયને આવકારીએ છીએ. સિએટલમાં ભારતીય કોન્સ્યુલેટ ખુલશે. ઈન્ડો-પેસિફિક વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. ભારત-અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદ સામે ખભે ખભા મિલાવીને ઊભું છે.

સંયુક્ત નિવેદનમાં બાઈડને શું કહ્યું?
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોગ્યસંભાળ, અવકાશ, સ્વચ્છ ઉર્જા અને જળવાયુ સંકટ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર્સ પર સહયોગ, સંરક્ષણ સંબંધો પર વધુ સહયોગ વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત-અમેરિકાનો આર્થિક સહયોગ વધી રહ્યો છે. બે અબજ ડોલરથી વધુનું નવું રોકાણ થયું છે.

તેમણે કહ્યું કે, પીએમ મોદી સાથે તેમની ખૂબ જ અર્થપૂર્ણ મુલાકાત થઈ. ક્વાડ પર ચર્ચા થઈ હતી જે સુનિશ્ચિત કરી શકે છે કે ઈન્ડો-પેસિફિક ખુલ્લું અને સમૃદ્ધ રહે. ભારતીયો અને અમેરિકનો બંને નવીનતા અને સર્જન કરે છે, અવરોધોને તકોમાં ફેરવે છે. બંને દેશોમાં માનવ અધિકારની લડાઈ ચાલી રહી છે. ભારતીય અમેરિકનોને અમેરિકનનું સપનું પૂરું કરવામાં યોગદાન આપે. ભારતીય અવકાશયાત્રી 2024માં અવકાશમાં જશે.

    follow whatsapp

    ADVERTISEMENT