PM Modi એ ફ્રાંસના રાષ્ટ્રપતિને ગિફ્ટ કર્યું Ram Mandir નું મોડલ, મૈક્રોં બોલ્યા- અયોધ્યા જવું પડશે

ADVERTISEMENT

PM modi and france president photo
PM modi and france president photo
social share
google news
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ગુરુવારે ભારત પહોંચ્યા હતા.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ જયપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો.
  • ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મૈક્રોંને PMએ રામ મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું.

PM Modi and France President Road Show: PM નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ (France President Emmanuel Macron) ગુરુવારે જયપુરમાં (Jaipur) ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શો જંતર-મંતરથી શરૂ થઈને સાંગાનેરી ગેટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન રોડ શો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ પીએમ મોદી અને મૈક્રોં પર ફૂલો પણ વરસાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મૈક્રોંને રામ મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું અને તેમને એક દુકાનમાં મસાલા ચા પણ પીરસી હતી.

ફ્રાન્સના પ્રેસિડેન્ટ પ્રજાસત્તાદ દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ

વાસ્તવમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોં ગુરુવારે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત પહોંચ્યા હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તેઓ જયપુર પહોંચ્યા, જ્યાં રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ મૈક્રોંનું સ્વાગત કર્યું. અહીં મૈક્રોંએ આમેર ફોર્ટ, જંતર-મંતર વેધશાળા અને હવા મહેલની મુલાકાત લીધી હતી.

જયપુરમાં યોજાયો રોડ શો

રોડ શો પૂરો થયા બાદ PM મોદી અને મેક્રોં ખુલ્લી કારમાં હવા મહેલની સામે નીચે ઉતર્યા હતા. તેમણે લગભગ 1,000 બારીઓ અને વેન્ટ્સ સાથે ચમકતી પાંચ માળની ઇમારતની પ્રશંસા કરી. બંને નેતાઓએ આ વિસ્તારમાં એક હેન્ડીક્રાફ્ટની દુકાનની મુલાકાત લીધી હતી. દુકાનદારના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ મૈક્રોં માટે રામ મંદિરનું નાનું મોડલ ખરીદ્યું હતું અને તેના માટે યુપીઆઈ દ્વારા 500 રૂપિયા પણ ચૂકવ્યા હતા. રામ મંદિરનું મોડલ મળવા પર મૈક્રોંએ કહ્યું- અયોધ્યા જવું પડશે.

ADVERTISEMENT

કુલ્હડમાં ચા પીધી

આ પછી સાહુ ટી સ્ટોલ પર બેસીને પીએમ મોદીએ મૈક્રોંને ચા અને કુલ્હડ વિશે જણાવ્યું. આ દરમિયાન ચા વિક્રેતાએ પૈસા લેવાની ના પાડી દીધી હતી. પરંતુ પીએમ મોદીએ તેમની દુકાન પર Bhim UPI દ્વારા 2 રૂપિયા ચૂકવ્યા. આ પછી, બંને નેતાઓ ફરીથી સાંગાનેરી ગેટ સુધી રોડ શો ચાલુ રાખવા માટે ખુલ્લા વાહનમાં સવાર થયા હતા અને રોડ શો પૂર્ણ કર્યા પછી, રાત્રિભોજન અને દ્વિપક્ષીય વાટાઘાટો માટે રામબાગ પેલેસ જવા રવાના થયા હતા.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT