PM મોદીને મળ્યું ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘લીઝન ઓફ ઓનર’ મેળવનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પેરિસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સ દ્વારા લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે. તે ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. વિશ્વભરમાંથી પસંદગીના અગ્રણી નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું છે. આમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા, તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સ, કિંગ ચાર્લ્સ, ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બૌટ્રોસ-ઘાલી વગેરેનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીને અત્યાર સુધી કયા સન્માન મળ્યા છે?
પીએમ મોદીને ફ્રાન્સ દ્વારા આપવામાં આવેલ આ સન્માન વિવિધ દેશો દ્વારા આપવામાં આવેલા ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનોની યાદીમાં સામેલ થઈ ગયું છે. અગાઉ પીએમ મોદીને જૂન 2023માં ઇજિપ્ત દ્વારા ઓર્ડર ઓફ ધ નાઇલ, મે 2023માં પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ, મે 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, મે 2023માં પલાઉ રિપબ્લિક દ્વારા અબાકલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તો ભૂટાન દ્વારા 2021 માં ડ્રૂક ગ્યાલ્પો, 2020 માં યુએસ સરકાર દ્વારા લીજન ઓફ મેરિટ, 2019 માં બહરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં, 2019 માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિસ્ડ રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન, રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રયૂ પુરસ્કાર, 2019માં UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડ, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તીન એવોર્ડ, 2016માં અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન અને 2016માં સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલઅઝીઝ અલ સઉદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

મેક્રોને પીએમ મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું
આ પહેલા પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં હોસ્ટ કર્યા હતા. પીએમ મોદી ગુરુવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે પેરિસ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ન દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

PMએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું
ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, ભારતની ધરતી પણ મોટા પરિવર્તનની સાક્ષી છે. તેની કમાન્ડ ભારતના યુવાનો અને બહેનો અને દીકરીઓ પાસે છે. આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે નવી ઉમ્મીદ અને નવી આશાઓથી ભરેલું છે. આ અપેક્ષા નક્કર પરિણામોમાં ફેરવાઈ રહી છે. તેની મહત્વની શક્તિઓમાંની એક ભારતનું માનવ સંસાધન છે અને તે સંકલ્પોથી ભરેલું છે. તે ભારતના લોકતાંત્રિક મૂલ્યો સાથે મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ભારત હવે સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી રહ્યું છે. હું એક સંકલ્પ લઈને આવ્યો છું, મારી દરેક કણ અને દરેક ક્ષણ દેશવાસીઓ માટે છે. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના 46% રિયલ ટાઈમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT