Ram Mandir Ayodhya: મોટા સંતો પાસેથી PM મોદીને મળ્યો છે ‘ખાસ મંત્ર’, બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ 1 કલાક 11 મિનિટ કરે છે જાપ
Ram Mandir inauguration: અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM નરેન્દ્ર મોદી 11 દિવસના વિશેષ અનુષ્ઠાન પર છે. આ દરમિયાન તેઓ દરરોજ એક ખાસ…
ADVERTISEMENT
Ram Mandir inauguration: અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM નરેન્દ્ર મોદી 11 દિવસના વિશેષ અનુષ્ઠાન પર છે. આ દરમિયાન તેઓ દરરોજ એક ખાસ મંત્રનો જાપ કરે છે, જે તેમના 11 દિવસના અનુષ્ઠાનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. પીએમ મોદીને આ મંત્ર આધ્યાત્મિક જગતના કેટલાક સિદ્ધ સંતો પાસેથી મળ્યો છે. તેઓ દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં 1 કલાક 11 મિનિટ સુધી આ મંત્રનો જાપ કરે છે. આ મંત્રનો જાપ તેઓ 11 દિવસ સુધી કરશે. વડાપ્રધાને 12 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ 22 જાન્યુઆરી સુધી 11 દિવસીય ખાસ અનુષ્ઠાન શરૂ કરશે.
પીએમ મોદીએ આપી હતી જાણકારી
તમને જણાવી દઈએ કે, એક ઓડિયો સંદેશ દ્વારા પીએમ મોદીએ આ જાણકારી આપી હતી. પીએમ મોદીએ 22 જાન્યુઆરીની તારીખને ઐતિહાસિક અને શુભ ગણાવી અને આ પ્રસંગના સાક્ષી બનવા માટે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા 11 દિવસના અનુષ્ઠા દરમિયાન પીએ મોદી કઠોક શાસ્ત્રોક્ત પ્રથાઓનું પાલન કરી રહ્યા છે, જેમાં જમીન પર સૂવું, આહારમાં માત્ર નારિયેળ પાણીનું સેવન કરવું, ગૌ-પૂજા કરવી અને દાન કરવું વગેરે સામેલ છે.
મંદિરોમાં દર્શન માટે જઈ રહ્યા છે PM મોદી
વડાપ્રધાને તેમના ઓડિયો સંદેશમાં એમ પણ કહ્યું હતું કે, તેમણે તેમના વ્યસ્ત કાર્યક્રમ અને જવાબદારીઓ હોવા છતાં તમામ અનુષ્ઠાનોનું કડકપણે પાલન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વડાપ્રધાને દેશના અનેક મંદિરોની મુલાકાત લીધી છે. તેમણે નાસિકમાં રામકુંડ અને શ્રી કલારામ મંદિર, આંધ્ર પ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિર, કેરળમાં ગુરુવાયુર મંદિર અને ત્રિપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. વડાપ્રધાન જે મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે, આ મંદિરોનું ભગવાન રામ સાથે કોઈ પ્રકારનું કનેક્શન છે.
ADVERTISEMENT
રામલલાની મૂર્તિ કરાઈ સ્થાપિત
અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવ છે. પીએમ મોદીના હસ્તે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.
ADVERTISEMENT