PM મોદીએ સ્વતંત્રતા દિવસે સતત 9મી વાર ‘સાફાનો રંગ’ બદલ્યો, આ વખતે ‘તિરંગા ડિઝાઈન’ રહી આકર્ષણનું કેન્દ્ર

ADVERTISEMENT

pm MODI
pm MODI
social share
google news

દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સતત 9મી વાર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેઓ તિરંગાઓની ડિઝાઈન વાળો સાફો પહેરીને ધ્વજવંદન કરવા આવ્યા હતા. જેના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે અત્યારે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન મોદીએ ‘તિરંગા ડિઝાઈન’ વાળી પાઘડી પહેરી હશે. નોંધનીય છે કે અગાઉ પણ સતત 9 વર્ષથી (2014થી 2022) PM મોદી વિવિધ ડિઝાઈનવાળા સાફા પહેરીને લાલ કિલ્લા પર આવ્યા છે અને રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો છે. વળી ‘હર ઘર તિરંગા’ ઉત્સવની સાથે સમગ્ર ભારતના નાગરિકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.

2014:

ADVERTISEMENT

નરેન્દ્ર મોદીએ પહેલીવાર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે ક્રિમ કલરનો કુરતો અને ચૂડીદાર પાયજામો પહેર્યો હતો. આ દરમિયાન ઘાટા કેસરિયા રંગનો સાફો પહેરી PM મોદી નજરે પડ્યા હતા. જેમાં ગ્રિન કલરની ડિઝાઈન હતી.

2015:

ADVERTISEMENT

ADVERTISEMENT

વડાપ્રધાન મોદી આ દરમિયાન ક્રિમ કલરનો કુરતો અને ડાર્ક ક્રિમ કોટી પહેરીને આવ્યા હતા. ત્યારે તેમણે કેસરિયા કલરની પાઘડી પહેરી હતી જેમાં લીલા અને લાલ રંગના ચેક્સ વાળી ડિઝાઈનર પટ્ટીઓ જોવા મળી હતી.

2016:

PM મોદીએ આ દરમિયાન સ્વતંત્રતા દિવસે સફેદ કલરનો સાદો કુર્તો પહેર્યો હતો. જ્યારે લાલ, ગુલાબી અને કેસરી કલરના પટ્ટા વાળો સાફો તેમણે પહેર્યો હતો.

2017:

વડાપ્રધાન મોદીએ આ વર્ષે આછા પીળા રંગનો કુર્તો પહેર્યો હતો. જેના પર લાલ અને ઘેરા પીળા રંગનો સાફો તેમણે પહેર્યો હતો.

2018:

વડાપ્રધાન મોદીએ આ વર્ષે ઘેરા ભગવા અને લાલ રંગની પાઘડી પહેરી હતી.

2019:

છઠ્ઠી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવતા સમયે વડાપ્રધાન મોદીએ સફેદ કલરનો કુર્તો પહેર્યો હતો. જેના પર તેમણે લાલ, લીલા, કેસરી અને આછા પીળા રંગના પટ્ટાવાળી ડિઝાઈનર પાઘડી પહેરી હતી.

2020:

સાતમી વખત તિરંગો ફરકાવતા સમયે નરેન્દ્ર મોદીએ સફેદ અને કેસરી કલરો ખેસ ધારણ કર્યો હતો. તથા આછા પીળા કલરનો કુરતો પહેર્યો હતો. આ દરમિયાન તેમના સાફાનો કલર ઘેરો કેસરી અને સફેદ પટ્ટા વાળો જોવા મળ્યો હતો.

2021:

વડાપ્રધાન મોદીએ ઘેરા કેસરિયા રંગનો સાફો પહેર્યો હતો, જેમાં લાલ ડોટ વાળી ડિઝાઈન જોવા મળી રહી હતી. જ્યારે સફેદ સાફે અને આછા ક્રિમ કલરનો કુરતો પહેર્યો હતો. નરેન્દ્ર મોદીએ આ સમયે આસમાની કલરની કોટી પહેરી હતી.

2022:

9મી વખત વડાપ્રધાન મોદી સતત અલગ પાઘડી પહેરીને ધ્વજવંદન કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે તિરંગાની ડિઝાઈન વાળી સફેદ કલરના બેઝ સાથે કેસરી અને લીલા પટ્ટા વાળી પાઘડી પહેરી હતી. જ્યારે સફેદ કુરતો અને તેના પર વાદળી કોટી સાથે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT