વડાપ્રધાન મોદીને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત, વૈશ્વિક નેતૃત્વ માટે સન્માનિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં G-7 અને ક્વાડ બેઠકમાં હાજરી આપ્યા બાદ રવિવારે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. અહીં તેમણે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC)ની 3જી સમિટમાં હાજરી આપી હતી. બેઠક બાદ પીએમ મોદીએ પેસિફિક ક્ષેત્રના ઘણા દેશોના નેતાઓ સાથે મુલાકાત કરીને મિત્રતા તરફ વધુ એક પગલું ભર્યું છે. વૈશ્વિક નેતા તરીકે ભારતના આ પગલાં માટે, ફિજીના વડા પ્રધાને પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માન – ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ થી સન્માનિત કર્યા. વિશ્વમાં માત્ર થોડા જ બિન-ફિજીયનોને આ સન્માન આપવામાં આવ્યું છે.

બીજી તરફ, પેસિફિક ટાપુ દેશ પલાઉ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સુરંગેલ એસ. વ્હીપ્સ જુનિયરે પીએમ મોદીને અબકાલ એવોર્ડથી સન્માનિત કર્યા. બંને નેતાઓની આ મુલાકાત FIPIC સમિટની બાજુમાં થઈ હતી.ઉલ્લેખનીય છે કે, રવિવારે પીએમ મોદી સૌથી પહેલા APEC હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ કર્યું હતું.

ગવર્નર-જનરલ સર બોબ ડેડ સાથે મુલાકાત
આ સાથે જ પીએમ મોદીએ ગવર્નર જનરલ સર બોબ ડેડ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ ભારત-પાપુઆ ન્યુ ગિની સંબંધો વચ્ચે વિકાસ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ADVERTISEMENT

‘થિરુક્કુરલ’ પુસ્તકના અનુવાદનું વિમોચન કર્યું
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીમાં પુસ્તક ‘થિરુક્કુરલ’ના ટોક પિસિન અનુવાદનું વિમોચન કર્યું હતું. તેમણે FIPIC સમિટની સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનસેહ સોગાવરે સાથે પણ અદ્ભુત મુલાકાત કરી હતી.

PM ફિયામ નાઓમી મતાફા સાથે ચર્ચા
પાપુઆ ન્યુ ગિનીમાં, પીએમ મોદીએ દ્વિપક્ષીય સંબંધોને વધારવાના માર્ગો પર સમોઆના પીએમ ફિયામી નાઓમી મતાફા સાથે ચર્ચા કરી.

ADVERTISEMENT

કુક આઇલેન્ડના પીએમ માટે આ વાત કહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે જાપાનથી પાપુઆ ન્યુ ગિની સુધી વાતચીત ચાલી રહી છે. કૉન્ફરન્સમાં કૂક આઇલેન્ડના પીએમ માર્ક બ્રાઉનને ફરી જોઈને આનંદ થયો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT