VIDEO : રશિયાના મોસ્કોમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત્, અપાયું ગાર્ડ ઓફ ઓનર

ADVERTISEMENT

PM Modi In Russia
વડાપ્રધાન મોદીને મોસ્કોમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર
social share
google news

PM Modi Russia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (8 જુલાઈ) રશિયાના મોસ્કો પહોંચ્યા હતા. મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોસ્કોમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ દરમિયાન ઘણા રશિયન નેતાઓ અને સૈન્ય અધિકારીઓ ત્યાં હાજર હતા.

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું

પીએમ મોદીના રશિયાના મોસ્કોમાં આગમન સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

મોસ્કો પહોંચતા જ પીએમ મોદીએ આપ્યો સંદેશ

મોસ્કોમાં પહોંચ્યા. ખાસ કરીને ભવિષ્યના સહયોગના ક્ષેત્રોમાં આપણા રાષ્ટ્રો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની રાહ જોઈએ છીએ. આપણા રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સંબંધોથી આપણા લોકોને ઘણો ફાયદો થશે.

ADVERTISEMENT

પીએમ મોદીના સ્વાગતમાં કર્યા ગરબા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોમાં હોટેલ ધ કાર્લટન પહોંચ્યા હતા. રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરોવ પીએમ મોદી સાથે એક જ કારમાં એરપોર્ટથી હોટલ સુધી પહોંચ્યા. હોટલમાં રશિયન કલાકારો દ્વારા ગરબા રમીને સ્વાગત્ કરાયું હતું.

રશિયન કલાકારોએ હિન્દી ગીતો પર કર્યો ડાન્સ

પીએમ મોદીને આવકારવા માટે મોસ્કોમાં રશિયન કલાકારોએ હિન્દી ગીતો પર ડાન્સ કર્યો હતો.

ADVERTISEMENT

નાની બાળકીએ કર્યા ભાંગડા

ભારતીય પોશાકમાં સજ્જ એક નાની છોકરી ભાંગડા કરતા જોવા મળી. રશિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદી ભારતીયોને મળ્યા

વડાપ્રધાન મોદી મોસ્કોની કાર્લટન હોટેલમાં એકત્ર થયેલા ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે વાતચીત કરી અને બાળકોને મળ્યા હતા.

પીએમ મોદી બે દિવસ રશિયાની મુલાકાતે

પીએમ મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેઓ મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ સમિટ ત્રણ વર્ષ બાદ યોજાઈ રહી છે. કોરોના મહામારીને કારણે તેને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.

 

    follow whatsapp

    ADVERTISEMENT