પકોડી ખાધી, લસ્સી બનાવી… દિલ્હીમાં PM મોદી અને જાપાનના PMની બોન્ડીંગ દેખાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પકોડી ખાધી અને લસ્સી બનાવતા પણ જોવા મળ્યા. કિશિદાએ ભારતીય ભોજનનો આનંદ માણ્યો. બંને નેતાઓએ પાર્કની બેન્ચ પર બેસીને ચર્ચા કરી અને કુલ્હાડ (માટીના કપ)માં લસ્સી પીધી.

મોદી અને કિશિદાએ બાલ બોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી. પુષ્પાંજલિ પછી, પાર્કમાં ચાલતી વખતે ચર્ચા કરી. આ પહેલા તેઓ હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીને મળ્યા હતા. કિશિદાએ આ વર્ષે મે મહિનામાં હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટની બેઠકમાં પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું.

જાપાને પીએમ મોદીને જી-7 માટે આમંત્રણ આપ્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફુમિયો કિશિદાએ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાનો સંકલ્પ કર્યો. કિશિદાએ કહ્યું કે, તેમણે મે મહિનામાં G-7 સમિટ માટે પીએમ મોદીને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું અને તેમના ભારતીય સમકક્ષે આમંત્રણ સ્વીકાર્યું હતું. બંને નેતાઓએ સ્વીકાર્યું કે શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે સંબંધોનું વિસ્તરણ મહત્વપૂર્ણ છે ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોને ફાયદો થાય છે.

ADVERTISEMENT

બંને નેતાઓ વચ્ચે આ મહત્વપૂર્ણ વાતચીત
એક નિવેદનમાં પીએમ મોદીએ G-20માં ભારતની અધ્યક્ષતા અને G-7ની જાપાનની અધ્યક્ષતાની નોંધ લીધી અને કહ્યું કે આ બંને પક્ષો માટે વૈશ્વિક ભલાઈ માટે પ્રાથમિકતાઓ પર સાથે કામ કરવાની સૌથી સારી તક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની ખાસ રૂપથી રક્ષા, ડિજિટલ ટેકનોલોજી, વેપાર અને રોકાણ તથા સ્વાસ્થ્ય સહિતના અન્ય ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ સેમી-કન્ડક્ટર્સ અને અન્ય નિર્ણાયક તકનીકો માટે વિશ્વસનીય સપ્લાય ચેઇનના મહત્વ પર ચર્ચા કરી. પીએમ મોદીએ કિશિદાને માહિતી આપી હતી કે ભારત અને જાપાન સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે કો-ઈનોવેશન, સહ-ડિઝાઇન, સહ-નિર્માણના ક્ષેત્રમાં મજબૂત રીતે કામ કરી શકે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

‘જાપાન ભારતનું ખૂબ નજીકનું ભાગીદાર છે’
યુક્રેન સંઘર્ષ પર વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વર્તન અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે જાપાનના વડા પ્રધાન સોમવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. કિશિદાએ જણાવ્યું હતું કે ભારત સાથે જાપાનનો આર્થિક સહયોગ ઝડપથી વધી રહ્યો છે અને ભારત માત્ર વધુ વિકાસને ટેકો આપશે એટલું જ નહીં, જાપાન માટે નોંધપાત્ર આર્થિક તકો પણ ઊભી કરશે. જાપાન ભારતનું ખૂબ જ નજીકનું ભાગીદાર છે, જેની સાથે તે વાર્ષિક શિખર સંમેલનો અને ‘2+2’ વિદેશ અને રક્ષામંત્રી સ્તરીય સંવાદો યોજે છે.

    follow whatsapp

    ADVERTISEMENT