મોદી સરકારે ખોલ્યો ખજાનોઃ ગર્ભવતી મહિલાઓને મળશે આટલા રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજી
PM Matru Vandana Yojana Details: દેશભરની ગર્ભવતી મહિલાઓ માટે મોદી સરકારે પોતાનો ખજાનો ખોલી દીધો છે. મોદી સરકાર માતૃત્વ વંદના યોજના ચલાવી રહી છે.
ADVERTISEMENT
PM Matru Vandana Yojana Details: દેશભરની ગર્ભવતી મહિલાઓ માટે મોદી સરકારે પોતાનો ખજાનો ખોલી દીધો છે. મોદી સરકાર માતૃત્વ વંદના યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને લગભગ 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેથી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.
આ યોજના ચલાવવાનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, આ યોજના 2017થી ચાલી રહી છે, પરંતુ આજે પણ મોટાભાગની મહિલાઓને આ યોજના વિશે જાણકારી નથી. તેથી ચાલો આ યોજના વિશે જાણીએ અને તેના માટે અરજી કરવાની પ્રોસેસ પણ જાણીએ, જેથી ગર્ભવતી મહિલાઓ સમયસર આ યોજનાનો લાભ ઉઠાવી શકે.
શું છે યોજના અને કેવી રીતે મળે છે પૈસા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો ભાગ મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ છે. આ યોજનાઓમાં માતૃત્વ વંદના યોજના પણ સામેલ છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાને પ્રથમ પ્રેગ્નન્સી પર 5 હજાર રૂપિયા આપવામાં આવે છે. બીજી પ્રેગ્નન્સી 6 હજાર રૂપિયા આપવામાં આવશે.
ADVERTISEMENT
યોજના અનુસાર, પહેલા બાળક માટે 5000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. તો ત્યાં જ બીજા બાળક માટે 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. પરંતુ બીજી બાળકી હોય તો જ યોજનામાં લાભ આપવામાં આવે છે. તો પહેલી પ્રેગ્નન્સીમાં જે આર્થિક મદદ મળશે, તે 2 હપ્તામાં મળશે. પહેલા હપ્તામાં 3 હજાર રૂપિયા અને બીજા હપ્તામાં 2 હજાર રૂપિયા મળશે. બીજી પ્રેગ્નન્સીમાં બાળકીનો જન્મ થવા પર એક જ હપ્તામાં 6 હજાર રૂપિયા મળી જશે.
યોજના માટે શું છે યોગ્યતા?
સત્તાવાર વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, યોજનાનો ફાયદો ઉઠાવવા માટે મહિલાઓએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. યોજનાનો ફાયદો એ જ મહિલાઓને મળશે, જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. BPL કાર્ડ ધારક મહિલાઓને યોજનાનો ફાયદો મળશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને યોજનાનો લાભ મળશે. ઈ-શ્રમ કાર્ડ ધારક, મનરેગા જોબકાર્ડ ધારક, કિસાન સમ્માન નિધિના લાભાર્થી મહિલાઓને યોજનાનો લાભ મળશે.
ADVERTISEMENT
કેવી રીતે કરવી અરજી?
યોજના માટે અરજી કરવા માટે મહિલાઓ https://wcd.delhi.gov.in/wcd/pradhan-mantri-matru-vandana-yojana-pmmvy પર લોગ ઈન કરી શકે છે. અરજી કરવા માટે તમારે ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર આપવું પડશે. આંગણવાડી કેન્દ્રમાં યોજના હેઠળ રજિસ્ટ્રેશન થશે.
ADVERTISEMENT
http://wcd.nic.in વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો, બધી માહિતી ભરો અને આંગણવાડી કેન્દ્રમાં સબમિટ કરો. સાથે સંબંધિત ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે.
ADVERTISEMENT