‘કોંગ્રેસે તો મહાદેવના નામને પણ ન છોડ્યું, પાઈ પાઈનો થશે હિસાબ’, PM મોદીએ એપ કૌભાંડને લઈ છત્તીસગઢ સરકાર પર સાધ્યું નિશાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

CG Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. પ્રચાર પૂરો થાય તે પહેલા રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દુર્ગ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, બે દિવસ પહેલા બહુ મોટી રેડ પડી છે. કોંગ્રેસના નેતા લૂંટના પૈસાથી ઘર ભરી રહ્યા છે. છત્તીસગઢ સરકારે જનતાનો વિશ્વાસ તોડ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે મહાદેવનું નામ પણ નથી છોડ્યું.

‘કોંગ્રેસે છત્તીસગઢને લૂંટવાની કોઈ તક નથી છોડી’

પીએમ મોદીએ કહ્યું કે, 2 હજાર કરોડ રૂપિયાનું દારૂ કૌભાંડ, 500 કરોડ રૂપિયાનું સિમેન્ટ કૌભાંડ, 5 હજાર કરોડ રૂપિયાનું ચોખા કૌભાંડ, 1,300 કરોડ રૂપિયાનું ગૌઠાણ કૌભાંડ, 700 કરોડ રૂપિયાનું ડીએમએફ કૌભાંડ. કોંગ્રેસે છત્તીસગઢને લૂંટવાની એક પણ તક છોડી નથી. પરંતુ હું તમને ખાતરી આપું છું કે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આવા કૌભાંડોની કડક તપાસ કરવામાં આવશે અને તમારા પૈસા લૂંટનારાઓને જેલની સળીયાની પાછળ ધકેલી દેવામાં આવશે.

ADVERTISEMENT

છત્તીસગઢની સરકારે તોડ્યો તમારો વિશ્વાસ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છત્તીસગઢની ભ્રષ્ટ સરકારે એક પછી એક કૌભાંડ કરીને તમારો વિશ્વાસ તોડ્યો છે. PSC અને મહાદેવ એપ કૌભાંડ તો ચર્ચામાં છે જ, કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડોની કોઈ કમી નથી.

પાઈ-પાઈનો થશે હિસાબ: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ છત્તીસગઢના ગરીબોને લૂંટ્યા છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેની પાસેથી પાઈ-પાઈનો હિસાબ લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ કોંગ્રેસીઓ દિવસ-રાત મોદીને ગાળો આપે છે. પરંતુ અહીંના મુખ્યમંત્રીએ હવે દેશના સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓને પણ ગાળો આપવાનું શરૂ કરી દીધું છે. હું મારા છત્તીસગઢના ભાઈ-બહેનોને કહીશ કે આ મોદી છે, ગાળોથી ડરતા નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરવા માટે તો તમે મોદીને દિલ્હી મોકલ્યા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

‘પૈસાનો મળી આવ્યો ઢગલો’

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર અને મુખ્યમંત્રીએ છત્તીસગઢના લોકોને જણાવવું જોઈએ કે દુબઈમાં બેઠેલા આ કૌભાંડના આરોપીઓ સાથે તેમનો શું સંબંધ છે. આખરે આ નાણા જપ્ત થયા બાદ અહીંના મુખ્યમંત્રી કેમ બોખલાઈ ગયા છે? દુર્ગમાં પીએમ મોદીએ કહ્યું કે, બે દિવસ પહેલા જ છત્તીસગઢના રાયપુરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, પૈસાનો મોટો ઢગલો મળી આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ પૈસા સટોડિયાઓ અને જુગારીઓના છે, જે તેમણે છત્તીસગઢના ગરીબો અને યુવાનોને લૂંટીને એકઠા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ આ લૂંટના પૈસાથી ઘર ભરી રહ્યા છે.

 

 

    follow whatsapp

    ADVERTISEMENT