300 ભારતીયોને લઇ જઇ રહેલા પ્લેનને ફ્રાંસમા અટકાવાયું, કારણ જાણીને ચોંકી ઉઠશો

ADVERTISEMENT

Indian Plane in France
Indian Plane in France
social share
google news

નવી દિલ્હી : ફ્રાંસમાંથી ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 300 થી વધારે ભારતીય યાત્રીઓને લઇ જઇ રહેલા એક વિમાનને ફ્રાંસમાં અટકાવવામાં આવ્યું હતું. વિમાને સંયુક્ત અરબ અમીરાતથી ઉડ્યન કરી હતી. જે નિકારગુઆ જઇ રહ્યું હતું. સમાચાર એજન્સી AFP ના અનુસાર અધિકારીઓએ કહ્યું કે, માનવ તસ્કરીની આશંકાને કારણે વિમાનને ફ્રાંસમાં અટકાવી દીધું છે.

પેરિસના સરકારી વિભાગ દ્વારા જણાવાયું કે, યાત્રીઓના માનવ તસ્કરીનો શિકાર હોવાની આશંકાને ધ્યાને રાખીને ગુપ્ત માહિતી બાદ ગુરૂવારે વિમાનને અટકાવવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ પ્રાથમિક માહિતીના આધારે પ્લેન અટકાવ્યા બાદ તેને જવા દેવાયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT