Chandrayaan-3: સો.મીડિયા પર ISROને ટેગ કરતા પહેલા સાવધાન, સરકારે કેમ લોકોને સાવચેત કરવા પડ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ISRO Fake Accounts: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 (જુલાઈ 14)ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ બાદ તે અવકાશમાં એક નવો અધ્યાય લખનાર પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે. ISRO એ મિશન ચંદ્રયાન હેઠળ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે, જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. જોકે ISROની આ ઉપલબ્ધિ પર દેશ જ નહીં દુનિયાભરમાંથી તેને શુભકામનાઓ મળી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેની સાથે ભળતા નામના અનેક એકાઉન્ટ્સ બની ગયા છે. ખાસ વાત એ છે કે આ એકાઉન્ટ્સમાં લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. જેમાં @irso.in નામથી નકલી એકાઉન્ટમાં 3.5 મિલિયન ફોલોઅર્સ છે.

ISROના નકલી એકાઉન્ટ બન્યા

એવા ઘણા યુઝર્સ છે જેમણે ISRO અને તેના જેવા નામોથી નકલી ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ બનાવ્યા છે. જે ISROની સત્તાવાર ચેનલ હોવાનો ખોટો દાવો કરી રહી છે. આ ભ્રામક અને બનાવટી દાવાઓએ લોકોની ચિંતા વધારી છે. કયા એકાઉન્ટને સાચા ગણવા જોઈએ તે અંગે યુઝર્સમાં મૂંઝવણ ઉભી થઈ રહી છે. આ પછી હવે PIBએ ISRO સંબંધિત એક ફેક્ટ ચેક જાહેર કર્યું છે.

હકીકતમાં ઈસરોની સાથે સરકારને ફરિયાદ મળી હતી કે સોશિયલ મીડિયા પર ઈસરોના નામે ઘણા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ ફેક એકાઉન્ટ્સ પર ઈસરો અને મિશન ચંદ્રયાન સંબંધિત ઘણી ભ્રામક અને ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ ફેક એકાઉન્ટના નામમાં isro.chandrayaan, isro.official જેવા નામોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

ISROની સાચા એકાઉન્ટ્સ કયા?

PIBએ મળેલી ફરિયાદોની હકીકત તપાસી અને નકલી ખાતાઓથી સાવધ રહેવા જણાવ્યું. ISROનું વાસ્તવિક એકાઉન્ટ શેર કરતી વખતે, PIBએ કહ્યું કે વાસ્તવિક એકાઉન્ટ Instagram પર ‘isro.dos’ નામથી નોંધાયેલું છે. તે જ સમયે, ISROની સત્તાવાર વેબસાઇટ, ‘https://isro.gov.in’ પર વિશ્વાસ કરવા વિનંતી કરવા આગ્રહ કર્યો છે. પીઆઈબીએ કહ્યું કે ઈસરોના નામે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યા છે. તેથી આવા એકાઉન્ટ પર વિશ્વાસ ન કરવો જોઈએ.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

CMથી માંડીને સેલેબ્સ સુધી ફેક એકાઉન્ટ્સ ટેગ કર્યા

આ ફેક એકાઉન્ટ્સના ચક્કરમાં રાજનેતા, બોલિવૂડ સેલેબ્સ અને ઘણી મોટી કંપનીઓ પણ ફસાઈ ગઈ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આવા જ એક ફેક એકાઉન્ટને પોતાની પોસ્ટમાં ટેગ કરીને ISROને શુભેચ્છા પાઠવી દીધી. તો દિશા પાટની, પ્રીતિ ઝિન્ટા, હિના ખાન, ચેન્નઈ સુપર કિંગ્સ, સોની ઈન્ડિયા ઓફિશિયલ, કેટરીના કૈફ, જેકલિન ફર્નાન્ડિઝ, સુરજ પંચોલી, રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર અને કિઆરા અડવાણીએ પણ ખોટા એકાઉન્ટ્સને ટેગ કરી દીધા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

    follow whatsapp

    ADVERTISEMENT