તમારા ખિસ્સાને મળી થોડીક રાહતઃ જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા ઘટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ દેશભરમાં લોકો માટે થોડાક અમથા રાહતના સમાચાર છે. 1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં 0.40 એટલે કે 40 પૈસાનો ઘટાડો થયો છે. નવી કિંમત 1 નવેમ્બરની સવારે 6 વાગ્યાથી લાગુ થશે. આપને જણાવી દઈએ કે દેશ ભરમાં 22 મેએ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર લગાવવામાં આવતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે પછીથી દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96.72 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 પ્રતિ લીટર પર સ્થિર છે.

40 પૈસા ઘટાડો, 1 નવેમ્બરથી નવો ભાવ લાગુ
આપને જણાવી દઈએ કે સોમવારે સવારે જ આ ભાવ ઘટાડાનો અંદાજ લગાવાઈ રહ્યો હતો. જોકે કેટલો ભાવ ઘટશે તેની કોઈને ખબર ન હતી. ક્રુડ ઓઈલલનો ઈન્ટરનેશનલ માર્કેટમાં લાંબા સમયથી 95 ડોલર પ્રતિ બેરલથી નીચે ભાવ ચાલી રહ્યો છે. તેવામાં જનતાને પેટ્રોલ ડીઝલનો ભાવ ક્યારે સસ્તો થશે તેની આશા બંધાઈ હતી. સાંજ પડતા પડતા 40 પૈસાની રાહતનું એલાન કરી દેવાયું હતું. 31 ઓક્ટોબર એટલે કે સોમવારથી પ્રતિ લીટરનો ભાવ મુંબઈમાં 106.31 રૂપિયા અને ડિઝલ 94.27, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 અને ડીઝલ 94.24, ઉપરાંત કોલકત્તામાં 106.03 અને ડીઝલ 92.76 પર વેચાઈ રહ્યું છે. જે તમામ જગ્યાઓ પર 40 પૈસા ભાવનો ઘટાડો થવાનો છે અને નવો ભાવ 1 નવેમ્બર 2022ની સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT