રાજનીતિક પાર્ટીઓને ફંડ આપતા લોકો ગુપ્તતા ઇચ્છે છે જેથી કોઇ પક્ષ તેમને નુકસાન ન પહોંચાડે: સરકાર

ADVERTISEMENT

Supreme court About electoral Bond
Supreme court About electoral Bond
social share
google news

Electoral Bond Scheme: ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કેટલાક મામલે દલીલ આપી હતી.

Center On Electoral Bond Scheme: ઇલેક્ટોરલ બોન્ડ મામલે બુધવારે બીજા દિવસે પણ સુનાવણી થઇ હતી. આ દરમિયાન કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલે ઇલેક્ટોરલ બોન્ડનો બચાવ કર્યો હતો. સોલિસિટર જનરલે કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડથી રાજનીતિક પક્ષોને મળતી સહાયની પ્રક્રિયામાં પારદર્શિતા આવી છે. પહેલા રોકડી રકમ આપવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, ગુપ્તતાની વ્યવસ્થા દાનદાતાઓના હિતમાં રાખવામાં આવી છે.

શું દલીલો કરી?

સોલિસિટર જનરલે વધુમાં કહ્યું કે, જેઓ રાજકીય પક્ષને પૈસા દાનમાં આપે છે તેઓ પણ ગોપનીયતા ઇચ્છે છે. જેથી અન્ય પક્ષ તેમની સામે નારાજગી ન રાખે. સત્તાધારી પક્ષને વધુ પૈસા મળે તે નવી વાત નથી કારણ કે 2004થી 2014 વચ્ચે પણ આવું જ બન્યું હતું. સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે (2 નવેમ્બર) ચાલુ રહેશે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે મંગળવાર (31 ઓક્ટોબર)થી રાજકીય ભંડોળ સંબંધિત ચૂંટણી બોન્ડ યોજનાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ કરી દીધી છે. જે મામલે કેન્દ્ર સરકાર ઇલેક્ટોરલ બોન્ડના પક્ષે છે.

પહેલા દિવસની સુનાવણીમાં શું થયું?

એડીઆરનું પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રશાંત ભૂષણે મંગળવારે કોર્ટમાં કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડ લોકશાહી માટે સારા નથી કારણ કે પક્ષમાં કેટલો બદલાવ આવ્યો છે તે ખબર નથી.

ADVERTISEMENT

કોને કેટલું દાન મળ્યું?

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, તમામ રાજકીય પક્ષોને 2021-22 સુધી ચૂંટણી બોન્ડમાંથી કુલ રૂ. 9,188 કરોડનું દાન મળ્યું છે. જેમાં ભાજપને 57 ટકાથી વધુ ડોનેશન મળ્યું છે જ્યારે કોંગ્રેસને માત્ર 10 ટકા જ મળ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT