જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માર્ગ મોકળો: નવા સિમાંકન સામેની અરજી સુ પ્રીમ કોર્ટે ફગાવી
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે JKમાં વિધાનસભા સીટોના સીમાંકનને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. જસ્ટિસ અભય એસ. ઓકની બેન્ચે…
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે JKમાં વિધાનસભા સીટોના સીમાંકનને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. જસ્ટિસ અભય એસ. ઓકની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના સીમાંકનની પ્રક્રિયાને યોગ્ય ઠેરવવામાં આવી છે.
શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મટ્ટુની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સીમાંકનમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. જ્યારે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચે આ દલીલને ખોટી ગણાવી હતી. 13 મે, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી હતી, ત્યારબાદ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુનાવણી માત્ર સીમાંકન પર જ થશે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધિત મુદ્દા પર વિચાર કરવામાં આવશે નહીં.
ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને અભય એસ. ઓકાની ખંડપીઠ સમક્ષ, અરજદાર પક્ષે દલીલ કરી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના સીમાંકન માટે કમિશનની રચના બંધારણીય જોગવાઈઓ અનુસાર યોગ્ય નથી.સીમાંકનમાં વિધાનસભા ક્ષેત્રોની સીમા બદલવામાં આવી છે. તેમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટોની સંખ્યા 107 થી વધારીને 114 કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની 24 સીટોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે ચૂંટણી પંચની સંમતિથી સીમાંકન પંચની રચના કરવાનો અધિકાર અને સત્તા છે. આ બાબતે કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો યોગ્ય ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: પુણેમાં ગૂગલ ઓફિસને ઉડાવી દેવાની ધમકી, પોલીસે હૈદરાબાદથી કોલ કરનારને ઝડપી પાડ્યો
ADVERTISEMENT
ચૂંટણી પંચનો નિર્ણય રાખ્યો માન્ય
તેમજ રાજય વિધાનસભાની બેઠકોમાં પણ પુન: સિમાંકન કરાયું હતું તથા લોકસભાની બેઠકોનું પણ સિમાંકન કરાયું હતું જે આધારે રાજયની વિધાનસભામાં કુલ 114 બેઠકો થઈ છે જેમાં પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની 24 બેઠકોનો પણ સમાવેશ થાય છે અને લોકસભાની બેઠકોમાં પણ સિમાંકન ફર્યા હતા. જેને કારણે રાજયમાં જમ્મુ અને ખીણ વિસ્તાર વચ્ચે જે અસંતુલન હતું તે પણ દૂર થયું છે. જેને પડકારતી રીટ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી અને ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT