Video: રાયતું ન મળતા પોલીસની ગુંડાગીરી, ઢાબા પર મુસાફરોને માર્યો માર
પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
Passengers Were Beaten Up By The Policemen: એક તરફ આગ્રામાં કમિશનર પોલીસની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમના તાબાના અધિકારીઓ તેમના આ કામને નિષ્ફળ કરી રહ્યા છે. હાલમાં જ માલપુરા પોલીસનો એક ગુંડાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ચોકી પર તૈનાત બે પોલીસ કર્મચારીઓ પર ઢાબા પર મુસાફરો સાથે મારપીટ કરવાનો આરોપ છે.
પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
બે પોલીસ કર્મચારીઓ પર લાગેલા મારપીટના આરોપનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, પોલીસકર્મી એક વ્યક્તિને તેના કોલરથી ખેંચે છે અને તરત જ પાછળથી એક પોલીસકર્મી આવી તેને પગથી લાત મારે છે.
રાયતું ન મળતા પોલીસે કરી દાદાગીરી
આગ્રા પોલીસની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો માલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઢાબાનો છે. એવું કહેવાય છે કે કેટલાક પોલીસકર્મીઓ અહીં ભોજન લેવા આવ્યા હતા. ઢાબા પર એક બસ પણ રોકી દેવામાં આવી હતી, જેના મુસાફરો ધાબા પર હાજર હતા. રાયતું ન મળતા પોલીસકર્મીઓએ ગેરવર્તણૂક શરૂ કરી હતી. આ દરમિયાન મુસાફરોને પોલીસકર્મીઓએ માર માર્યો હતો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT