એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હી ફ્લાઈટમાં પેસેન્જરે સીટ પર શૌચ અને પેશાબ કર્યો, એરપોર્ટ પર ઉતરતા જ ધરપકડ
નવી દિલ્હી: હવાઈ મુસાફરી દરમિયાન યાત્રીઓની એવી હરકતો સામે આવે છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરનો મામલો એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હી ફ્લાઈટનો છે,…
ADVERTISEMENT
નવી દિલ્હી: હવાઈ મુસાફરી દરમિયાન યાત્રીઓની એવી હરકતો સામે આવે છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરનો મામલો એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હી ફ્લાઈટનો છે, જેમાં એક યુવકે પ્લેનમાં સીટ પાસે શૌચ કરીને પેશાબ કર્યો હતો. તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
અધિકારીઓનું કહેવું છે કે, મુંબઈ-દિલ્હી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની દિલ્હી એરપોર્ટ પર કથિત રીતે શૌચ કરવા અને પ્લેનમાં પેશાબ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાઈટના કેપ્ટન દ્વારા આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, 24 જૂનના રોજ એક મુસાફર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AIC 866માં મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો. તે સીટ નંબર 17F પર બેઠો હતો. તેણે પ્લેનની 9મી હરોળમાં શૌચ કર્યું અને પેશાબ કર્યો. સાથોસાથ થૂંક્યો પણ.
એફઆઈઆરમાં વધુમાં જણાવાયું છે કે, કેબિન ક્રૂ દ્વારા આ ગેરવર્તણૂકની નોંધ લેવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લાઈટના કેબિન સુપરવાઈઝર દ્વારા મૌખિક ચેતવણી આપવામાં આવી હતી. આ પછી, ફ્લાઇટના કેપ્ટનને પણ ગેરવર્તણૂક વિશે જાણ કરવામાં આવી હતી. આ સિવાય ઘટના બાદ નોંધાયેલી એફઆઈઆર મુજબ તરત જ કંપનીને એક મેસેજ મોકલવામાં આવ્યો હતો અને એરપોર્ટ સિક્યોરિટીને ફ્લાઇટ લેન્ડ થતાં જ પેસેન્જરને પકડવાની વિનંતી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફરિયાદ અનુસાર, ફ્લાઇટમાં હાજર મુસાફરો યુવકના આ કૃત્યથી ખૂબ જ ગુસ્સે થયા હતા અને ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ એર ઈન્ડિયાના સુરક્ષા વડાએ તેને પકડીને આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આરોપી મુસાફર આફ્રિકામાં રસોઈયા તરીકે કામ કરે છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટ કેપ્ટનની ફરિયાદ પર પોલીસે IGI પોલીસ સ્ટેશનમાં કલમ 294/510 હેઠળ કેસ નોંધ્યો અને આરોપી મુસાફરની ધરપકડ કરી. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને જામીન મળી ગયા. હવે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT