लाइव

Lok Sabha session Updates: PM મોદીએ સાંસદ તરીકે શપથ લીધા, વિપક્ષના હોબાળા સાથે 18મી લોકસભાના સત્રની શરૂઆત

ADVERTISEMENT

લોકસભાની તસવીર
Parliament Session
social share
google news

Parliament Session 2024: 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. 3 જુલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે, જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. વિપક્ષે પ્રોટેમ અધ્યક્ષની નિમણૂક ઉપરાંત, NEET-UG પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મોકૂફ રાખવાના મામલે સરકારને ઘેરવાની રણનીતિ પણ બનાવી છે, જેના કારણે પહેલા જ દિવસે હોબાળો થવાની સંભાવના છે.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:11 PM • 24 Jun 2024
    અમે બંધારણ પરના હુમલાને સ્વીકારીશું નહીં: રાહુલ ગાંધી

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'અમે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા બંધારણ પરના હુમલાને સ્વીકારીશું નહીં. ભારતના બંધારણને કોઈ શક્તિ સ્પર્શી શકે નહીં.

  • 11:45 AM • 24 Jun 2024
    પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે શપથ લીધા. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને ગૃહ મંત્રી અમિત શાહને શપથ લેવડાવ્યા. આ પછી હવે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યા છે.

     

  • 11:14 AM • 24 Jun 2024
    દેશ ચલાવવા માટે સર્વસંમતિ જરૂરીઃ પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું, 'જો આપણા દેશના નાગરિકોએ સતત ત્રીજી વખત સરકાર પર વિશ્વાસ કર્યો છે, તો તેનો અર્થ એ છે કે તેમણે સરકારની નીતિઓ અને ઇરાદાઓને મંજૂરી આપી છે. તમારા સમર્થન અને વિશ્વાસ માટે હું તમારા બધાનો આભારી છું. સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ જરૂરી છે.

  • 10:45 AM • 24 Jun 2024
    પીએમ મોદીએ સંસદ સત્ર પહેલા સંબોધન કર્યું

    લોકસભા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, '18મી લોકસભા નવા સંકલ્પો સાથે કામ કરશે.' તેમણે કહ્યું, 'આ નવો જોશ, નવો ઉત્સાહ અને નવી ગતિ પ્રાપ્ત કરવાની તક છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણી ખૂબ જ શાનગાર અને ગૌરવપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી છે. 140 કરોડ ભારતીયો માટે આ ગર્વની વાત છે.

     

  • ADVERTISEMENT

  • 10:35 AM • 24 Jun 2024
    પ્રોટેમ સ્પીકરના શપથગ્રહણ

    ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબે 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા.

  • 10:35 AM • 24 Jun 2024
    'ભારતીય સંસદના ઈતિહાસમાં પ્રોટેમ સ્પીકર ક્યારેય મુદ્દો રહ્યો નથી'

    સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, "હું તમામ નેતાઓને મળ્યો છું... બધા સંમત થયા કે ભારતીય સંસદના ઈતિહાસમાં પ્રોટેમ સ્પીકરનો મુદ્દો ક્યારેય રહ્યો નથી અને પ્રોટેમ સ્પીકરની નિમણૂક મૂળભૂત રીતે નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવા માટે છે નવા અધ્યક્ષની ચૂંટણીમાં મદદ કરવા માટે છે..."

follow whatsapp

ADVERTISEMENT