Lok Sabha Security Breach: સંસદની સુરક્ષામાં ચૂક મામલે મોટું એક્શન, લોકસભા સચિવાલયે 8 સુરક્ષાકર્મીઓને કર્યા સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament Security Breach 8 Personnel Suspends: સંસદની સુરક્ષામાં ચૂક મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સંસદ (Parliament)ની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓની બેદરકારી પણ સામે આવી છે. આ પછી લોકસભા સચિવાલયે સુરક્ષામાં ચૂક માટે જવાબદાર સુરક્ષાકર્મીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. લોકસભા સચિવાલય (Lok Sabha Secretariat)એ ગુરુવારે 8 સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

8 સુરક્ષાકર્મીઓ સસ્પેન્ડ

સંસદની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત રહે છે. સાથે જ જગ્યાએ-જગ્યાએ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. કોઈપણ બહારના વ્યક્તિ માટે સુરક્ષામાં ભંગ કરવો શક્ય નથી. આવી સ્થિતિમાં આ બે યુવકો અંદર કેવી રીતે ઘુસી ગયા? ગૃહ મંત્રાલયે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. લોકસભા સચિવાલયે આ મામલે સંસદની સુરક્ષામાં તૈનાત 8 સુરક્ષાકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે અને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

ADVERTISEMENT

વડાપ્રધાનની પણ ચાલી રહી છે બેઠક

સંસદની સુરક્ષામાં ચૂક એ મોટી બાબત છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં તેમની કેબિનેટના મોટા-મોટા મંત્રીઓ હાજર છે. સાથે જ આ મામલે તપાસ એજન્સીની સ્પેશિયલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ દરેક એંગલથી તપાસ કરી રહી છે. તો વિપક્ષી પાર્ટીઓએ સુરક્ષાને લઈને સતત ચિંતાઓ વ્યક્ત કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

સંસદ હુમલાની વરસી પર ફરી એકવાર સંસદની સુરક્ષામાં ચૂક થઈ છે. બે યુવાનોએ સંસદની અંદર અને એક યુવતી અને એક યુવકે સંસદની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક યુવક હજુ ફરાર છે. કહેવામાં રહ્યું છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ આજે બપોરે લગભગ 2 વાગ્યે પાંચેય આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT