Parliament માં ઐતિહાસિક નિર્ણય, Women Reservation Bill પાસ થયું

Krutarth

ADVERTISEMENT

Women reservation bill pass
Women reservation bill pass
social share
google news

Parliament Special Session watch live: મોદી સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત બિલ રજુ કર્યું. આ અંગે આજે ચર્ચા ચાલી રહી છે. તે પહેલા પીએમ મોદીએ મહિલા અનામત બિલ અંગે વાત કરતા તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો અને તમામ સાંસદોને તેનું સમર્થન કરવા માટેની અપીલ કરી હતી.

લોકસભામાં લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ બુધવારે સાંજે પાસ થઇ ગયું. મહિલા અનામત વિધેયકના પક્ષમાં 454 મત પડ્યા હતા. લોકસભામાં આ બિલ બે તૃતિયાંશ બહુમતી સાથે પાસ થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના વિરોધમાં માત્ર 2 જ મત પડ્યા હતા. આ પ્રકારે તમામ બિલ પાસ થઇ ગયા હતા.

લોકસભામાં મહિલા અનામત બિલ પર વોટિંગ શરૂ થઇ ગયું છે. સભ્ય વિધેયકના પક્ષમાં પોતાના મત આપવા માટે પચરી ભરશે. સ્લિપનો લીલો હિસ્સો હા એટલે કે સમર્થન દર્શાવે છે. જ્યારે લાલ હિસ્સો મત વિરુદ્ધ દર્શાવે છે. આ પર્ચીમાં સભ્યોએ પોતાનું નામ, આઇડી નંબર, લોકસભાનો વિસ્તારનું નામ લખવાનું હોય છે. સભ્યોને બિલ માટે પોતાનો મત આપવા માટે એક પરચી ભરવી પડશે. જે લોકો મત આપવા નથી માંગતા તેઓ પીળી સ્લીપ પણ માંગી શકે છે. એકવાર જ્યારે સભ્યો પોતાની અરજીઓ ભરી દેશે, સદનના અધિકારીઓ ગણત્રી માટે પરચી ભરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT