Parliament LIVE: વિપક્ષ જ્યારે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા અમને ભવ્ય બહુમતી મળી
નવી દિલ્હી : અવિશ્વાસ પ્રસ્તાવ અંગે લોકસભામાં ગુરૂવારે જોરદાર ચર્ચા ચાલી રહી છે. પહેલા નિર્મલા સીતારમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. ત્યાર બાદ વિપક્ષની…
ADVERTISEMENT
નવી દિલ્હી : અવિશ્વાસ પ્રસ્તાવ અંગે લોકસભામાં ગુરૂવારે જોરદાર ચર્ચા ચાલી રહી છે. પહેલા નિર્મલા સીતારમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. ત્યાર બાદ વિપક્ષની તરફથી AIMIM ચીફ અસદુદ્દીન ઓૈસી અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ મણિપુર હિંસા અંગે સરકારને ઘેર્યા છે. પીએમ મોદી આજે 4 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.
દેશના કોટી કોટી નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે અહીં આવ્યો છું. ભગવાન ખુબ જ દયાળું છે. ભગવાનની મરજી હોય છે ત્યારે જ તે કોઇને કોઇ માધ્યમથી મદદ કરે છે. હું તેને ભગવાનનો આશિર્વાદ માનુ છું કે, ઇશ્વરે વિપક્ષને સદ્બુદ્ધી આપી કે તેઓ પ્રસ્તાવ લઇને આવ્યા. 2018 માં પણ આ ઇશ્વરનો જ આદેશ હતો જ્યારે વિપક્ષના મારા સાથી અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવ્યા હતા. તે સમયે પણ મે કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી. પરંતુ તે તેમનો જ ફ્લોર ટેસ્ટ છે. થયું પણ તેવું જ જ્યારે મતદાન થયું તો વિપક્ષ પાસે જેટલા મત હતા તેટલા વોટ પણ તેઓ જમા કરી શક્યા નહોતા. એટલું જ નહી અમે જ્યારે જનતા પાસે ગયા તો જનતાએ પણ પુરી શક્તિ સાથે તેમના માટે નો કોન્ફિડન્સ આપ્યો. ચૂંટણીમાં એનડીએ અને ભાજપ બંન્નેને વધારે સીટો મળી. એટલે કે એક પ્રકારે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. તમે લગભગ નિશ્ચય કર્યો છે કે, એનડીએ અને ભાજપ 2024 માં જુના તમામ રેકોર્ડ તોડીને ભવ્ય બહુમતી સાથે સત્તામાં આવશે.
વિપક્ષના કેટલાક દળો આચરણ સિદ્ધ કરી દીધું છે કે તેમના માટે દળ જ મોટું છે દેશ પછી છે. તમને ગરીબની ભુખ જ નહી, સત્તાની ભુખ તમારા મગજ પર સવાર છે. તમને દેશના ભવિષ્ય કે યુવાનોની ચિંતા નથી. માત્ર પોતાના રાજનીતિક ભવિષ્યની ચિંતા છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ વિપક્ષ પર વ્યંગ કરતા કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષે યોગ્ય રીતે ચર્ચા નથી. મોદીએ કહ્યું કે, ફિલ્ડિંગ વિપક્ષે લગાવી પરંતુ ચોગ્ગા અને છગ્ગા સરકાર તરફથી આવી રહ્યા હતા. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પર નો બોલ કરી રહ્યા છે. જ્યારે સરકારની તરફથી સેંચુરી લગાવવામાં આવી રહી છે. હું વિપક્ષને કહેવા માંગુ છું કે, થોડી મહેનત કરીને આવો. તમને 2018 માં કહ્યું હતું કે મહેનત કરીને આવો પરંતુ હજી સુધી કંઇ જ નથી બદલ્યું.
ADVERTISEMENT