Budget session: બજેટ 2024ની તારીખ આવી સામે, આ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે વચગાળાનું બજેટ
Parliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9…
ADVERTISEMENT
Parliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.
મહિલાઓ અને ખેડૂતો માટે થશે મોટી જાહેરાત!
સંસદનું આ બજેટ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને મળતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે.
4 ડિસેમ્બરે શરૂ થયું હતું શિયાળું સત્ર
આ પહેલા ગયા વર્ષે 4 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું, જે નિર્ધારિત સમયના એક દિવસ પહેલા સમાપ્ત થયું હતું. આ સત્ર મહત્વનું હતું કારણ કે આ દરમિયાન સરકારે અપરાધ અને ન્યાય સંબંધિત નવા બિલ પાસ કર્યા હતા.
સંસદની સુરક્ષા પર ઉઠ્યા સવાલો
આ સિવાય આ દરમિયાન બીજી એક મહત્વની ઘટના બની હતી, જેણે સંસદની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા હતા. વાસ્તવમાં, લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે યુવાનો સાંસદોની બેંચ પર પહોંચ્યા અને આ દરમિયાન તેઓએ પીળો ગેસ પણ છોડ્યો હતો. જોકે, સાંસદોએ તે યુવકોને પકડીને સુરક્ષા દળોને હવાલે કર્યા હતા.
વિપક્ષી દળોએ કરી હતી આ માંગ
આ ઘટના બાદ વડાપ્રધાન અને ગૃહમંત્રી સંસદમાં આ મામલે નિવેદન આપે તેવી માંગણી વિપક્ષે કરી હતી, જેના કારણે વિપક્ષના સાંસદોએ સંસદની મર્યાદાઓનું પણ ઉલ્લંઘન કર્યું હતું, જેને જોતા લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષના અનેક સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT