પુત્રીએ લવ મેરેજ કરતા માતા-પિતાએ કરી આત્મહત્યા, ભાવુક સંદેશ વાંચી રડી પડશો

ADVERTISEMENT

Sucide case
Sucide case
social share
google news

પાલી : પોતાની પુત્રીએ કોઇ અન્ય જાતીના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખુબ જ સમજાવી તેમ છતા પુત્રી પરત ફરી નહોતી. જેથી પરેશાન માતા-પિતાએ પહેલા તો પોતાની પુત્રીને જોધપુરમાં રહેનારા સંબંધીઓને ઘર લઇ જતી બસમાં બેસાડ્યા હતા. ત્યાર બાદ બંન્નેએ ટ્રેન આગળ કુદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને દંપત્તી પાસેથી સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં પુત્રને પરેશાન નહી કરવાની વાત લખી છે. ઘટના રાજસ્થાનના પાલની છે.

પાલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અશોક અનેતેમની પત્ની મીનાએ સુસાઇડ કર્યું છે. સામે આવ્યું કે, અશોકની પુત્રી બીજી જાતીના યુવકને પ્રેમ કરતી હતી. પુત્રીએ પરિવારની મરજી વિરુદ્ધ તેણે યુવક સાથે લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે આ વાત પરિવારના લોકોને ખબર પડી તો હોબાળો મચી ગયો હતો. અશોકી પુત્રીને ખુબ સમજાવી પરંતુ તે માની નહી. મામલે પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ સામે પણ અશોકની પુત્રીએ પોતાના પતિ સાથે જ રહેવાની વાત કહી હતી. ત્યાર બાદ પોલીસે તેને તેના પતિ સાથે મોકલી આપી હતી.

પુત્રીના આ નિર્ણયથી અશોકનો પરિવાર ખુબ જ પરેશાન થઇ ગયો હતો. ઘરમાં કલહનું કારણ અશોકનો પુત્ર ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. પુત્રીના કારણે સમાજમાં થઇ રહેલી બદનામી પરિવાર સહી શક્યો નહોતો. મંગળવારે સવારે અશોક પોતાની પત્ની અને પુત્રને સાથે લઇને ઘરેથી નિકળ્યા હતા. પુત્રને જોધપુર રહેતા પોતાના એક સંબંધિને ત્યાં મોકલી દીધા હતા. ત્યાર બાદ અશોક પોતાની પત્ની મીના સાથે જોધપુર રોડ પર આવેલી ઘુમટી પાસે પહોંચ્યાં. ત્યાંથી નિકળતી રેલવે લાઇન પર પહોંચીને જોધપુર-રતલામ ટ્રેન આગળ પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી આરપીએફને આપવામાં આવી. પોલીસે બંન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ADVERTISEMENT

પોલીસને અશોકની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, “મારો પુત્રીએ બીજી જાતીના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. મારી પત્ની અને હું ખુબ જ દુખી છીએ. પુત્રીના આ પગલાથી પરેશાન અમે આ પગલું ઉઠાવી રહ્યા છીએ. અમારો પુત્ર ગૌરવ ખુબ જ લાયક છે. તેને ઇશ્વર ખુબ જ સુખ આપે, મારા ભાઇ-ભાભી અને સાળો તથા સાળીને અપીલ કરુ છું કે તેઓ મારા પુત્રનું ધ્યાન રાખે. અમારા આશીર્વાદ હંમેશા તેની સાથે રહેશે. પોલીસ તંત્ર કોઇને પરેશાન ન કરે.”

    follow whatsapp

    ADVERTISEMENT