ગાઝામાં ઠાર મરાયો ફિલિસ્તીન સિક્યુરિટી હેડ, હમાસને લાગ્યો મોટો ઝટકો

ADVERTISEMENT

Hamas attack on top comander
Hamas attack on top comander
social share
google news

નવી દિલ્હી : સંગઠને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ગાઝા પટ્ટીમાં ફિલિસ્તીની રાષ્ટ્રીય સુરક્ષા દળોના કમાન્ડર મેજર જનરલ જેહાદ મ્હેસેન અને તેના પરિવારને શેખ રાડવાનની પાસે ઘર પર બોમ્બવર્ષા કરીને મારી દેવામાં આવ્યા.

Israel Hamas War live Updates

ઇઝરાયેલ અને હમાસની વચ્ચે અનેક દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે વધારે ભીષણ થઇ રહ્યું છે. ઇઝરાયલે હમાસના તમામ આતંકવાદીઓને ઠાર મરાયા છે અને સંગઠનની કમર તોડવામાં લાગેવું છે. બીજી તરફ ગુરૂવારે ઇઝરાયલને ત્યારે મોટી સફળતા મળી, જ્યારે તેણે હવાઇ હુમલામાં ફિલિસ્તીનમાં હમાસના નેતૃત્વ વાળા રાષ્ટ્રીય સુરક્ષા દળોના પ્રમુખ જેહાદ મ્હેસેનને ઠાર માર્યો હતો. તેના કારણે હમાસને મોટો ઝટકો લાગ્યો છે. રોયટર્સે હમાસ સાથે સંબંધીત સમાચાર એજન્સીના હવાલાથી જણાવ્યું કે, મેહસેનને તેના પરિવારના અન્ય સભ્યોની સાથે તેના ઘરે ઠાર મરાયો હતો.

ગાઝાના શેખ રાડવાન નજીક થયો હતો હુમલો

ફિલિસ્તીન સાથે સંબંધિત સમાચાર સંગઠન જેરૂસલેમ ન્યૂઝ નેટવર્કે જણાવ્યું કે, હુમલો ગાઝાના શેખ રાડવાનની પાસે કરવામાં આવ્યો હતો. સંગઠને ટ્વીટર પર એક પોસ્ટમાં કહ્યું કે, ગાઝા પટ્ટીમાં ફિલિસ્તીની રાષ્ટ્રીય સુરક્ષા દળોના કમાન્ડર મેજર જનરલ જેહાદ મ્હેસેન અને તેના પરિવારને શેખ રાડવાન નજીક ઘરે જ બોમ્બ મારો કર્યો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધના 13 મા દિવસે પ્રવેશ કર્યો છે.

ADVERTISEMENT

10 લાખથી વધારે ફિલિસ્તીનીઓ વિસ્થાપિતો થયા છે

10 લાખથી વધારે ફિલિસ્તીની વિસ્થાપિત કરી ચુક્યા છે. બંન્ને પક્ષોના લગભગ 5000 લોકો ઠાર મરાયા અને હજારો ઘાયલ થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ બુધવારે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની અપીલ બાદ ગાઝામાં સીમિત માનવીય સહાયતા માટેની પરવાનગી આપવામાં આવશે.

ઇઝરાયેલ આકાશ,જમીન અને જળ તમામ માર્ગે કરી રહ્યું છે હુમલો

સાત ઓક્ટોબરે, હમાસના આતંકવાદીઓએ મોટર ગ્લાઇડર, નાવ અને ટ્રકોનો ઉપયોગ કરીને ઇઝરાયેલમાં પ્રવેશ કર્યો અને નાગરિકો અને ઇઝરાયેલી સૈનિકોની હત્યા કરી દીધી. યુદ્ધ શરૂ થયા બાદથી હમાસે 300 થી વધારે લોકોને બંધ બનાવ્યા છે. ઇઝરાયલે આતંકવાદી સમુહોને નષ્ટ કરવાની કસમ ખાધી છે અને સમુહ પર ગંભીર હુમલા કર્યા છે. બાઇડને કહ્યું કે, ઇજીપ્તના રાષ્ટ્રીય અબ્દેલ ફતહ અલ સીસીએ ગાઝામાં લગભગ 20 માનવીય સહાયતા ટ્રકોની પહેલી બેચને પરવાનગી આપવા માટે રાફા ક્રોસિંગને ખોલવા અંગે સંમતી વ્યક્ત કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT