PUBG રમતા રમતા પ્રેમ થઈ ગયો, પાકિસ્તાની મહિલા 3 દેશની બોર્ડર પાર કરીને 4 છોકરા લઈને ભારત આવી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: નોઈડામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જ્યારે એક પાકિસ્તાની મહિલા તેના બોયફ્રેન્ડને મળવા ભારત આવી અને તેની સાથે ગેરકાયદેસર રીતે રહેવા લાગી. નોઈડા પોલીસે પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર અને તેના બોયફ્રેન્ડ સચિનની સોમવારે, 3 જુલાઈએ મથુરાથી ધરપકડ કરી હતી. સચિનના પ્રેમમાં પડોશી દેશમાંથી સીમા અહીં આવી હતી અને સુરક્ષા એજન્સીઓને તેની ખબર પણ ન પડી.

આ અંગે પોલીસને જાણ થતાં યુવક-યુવતીઓ ભાગી ગયા હતા. આખરે ઘણા દિવસોની શોધખોળ બાદ નોઈડા પોલીસે તેને મથુરામાંથી શોધી કાઢ્યો છે. તપાસ અને સુરક્ષા એજન્સીઓ બંનેની પૂછપરછ કરી રહી છે.

PUBG ગેમ દ્વારા મિત્રતા થઈ હતી
ગ્રેટર નોઈડા પોલીસના એડીસીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, “રબુપુરા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે રબુપુરામાં એક પાકિસ્તાની મહિલા 4 બાળકો સાથે ફરી રહી છે. આ માહિતી મળતાની સાથે જ તરત જ એક પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. સ્થાનિક ગુપ્તચર, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને બીટ પોલીસની મદદથી, રબુપુરા પોલીસ દ્વારા સોમવારે મથુરાથી મહિલાને ટ્રેસ કરવામાં આવી છે.

ADVERTISEMENT

એડીસીપી અશોક કુમારે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતીમાં તેનું નામ સીમા ગુલામ હૈદર છે, જે પાકિસ્તાનના કરાચીની રહેવાસી હોવાનું કહેવાય છે. આ મહિલા PUBG ગેમ દ્વારા રબુપુરા (ગ્રેટર નોઈડા) ના રહેવાસી સચિનના સંપર્કમાં આવી હતી. અને તેની સાથે રહેવા નેપાળ થઈને ભારત પહોંચી હતી. એડીસીપીએ જણાવ્યું કે, આ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓને જાણ કરવામાં આવી છે.

કરાચીથી કાઠમંડુ થઈને દિલ્હી પહોંચી હતી
મળતી માહિતી મુજબ, સચિન નામનો વ્યક્તિ ગ્રેટર નોઈડાના રબુપુરા ટાઉનનો રહેવાસી છે. તે રાબુપુરા અનાજ બજારમાં કામ કરે છે. 2020 માં, સચિને PUBG રમતી વખતે સીમા સાથે મિત્રતા કરી. આ પછી બંનેએ મોબાઈલ નંબર શેર કર્યા અને વાતચીત શરૂ થઈ. સીમાએ સચિનને ​​જણાવ્યું કે, તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે, પરંતુ તેનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે. સચિન અને સીમા પહેલીવાર કાઠમંડુમાં મળ્યા હતા. જે બાદ સીમા કરાચી પરત ફરી અને સચિન નોઈડા પરત ફર્યો. સચિન-સીમા કાઠમંડુમાં જ ઘણી વાર ફરી મળ્યા. આ પછી સીમા 12 મેના રોજ કરાચીથી કાઠમંડુ પહોંચી અને 13 મેના રોજ દિલ્હી થઈને રબુપુરા આવી.

ADVERTISEMENT

મહિલા હિન્દુ તરીકે રહેતી હતી
અહીં સચિને રાબુપુરા નગરમાં ભાડે મકાન લીધું હતું. મકાનમાલિકને કહ્યું કે, તેની પત્ની ત્રણ-ચાર દિવસ પછી આવવાની છે. જ્યારે સીમા બાળકો સાથે અહીં આવી તો તે ઘરમાં રહેવા લાગી. સીમા હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે સાડી પહેરતી, ગળામાં મંગળસૂત્ર પહેરતી. કોઈક રીતે નોઈડા પોલીસને આ વાતની જાણ થઈ. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો સીમા અને સચિનને ​​આ અંગે સુરાગ મળતા જ નાસી છૂટ્યા હતા. જેઓ હવે સોમવારે મથુરામાંથી ઝડપાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT